SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર ઉક્ત પાંચ વ્રતના બે ભેદો– લેશ-સર્વતોનુ-મહતી ॥ ૭-૨ ॥ હિંસાદિ પાપોથી દેશથી (આંશિક કે સ્કૂલ) નિવૃત્તિ તે અણુવ્રત અને સર્વથા (સૂક્ષ્મથી) નિવૃત્તિ તે મહાવ્રત છે. ૨૭૬ [અ૦ ૭ સૂ૦ ૨ પાંચ મહાવ્રતો— (૧) પ્રાણાતિપાતવિરમણ વ્રત– સર્વ પ્રકારના જીવોની હિંસાનો ત્યાગ. (૨) મૃષાવાદવિરમણ વ્રત– સર્વ પ્રકારના અસત્યનો ત્યાગ. (૩) અદત્તાદાનવિરમણ વ્રત– સર્વ પ્રકારની ચોરીનો ત્યાગ. (૪) મૈથુનવિરમણ વ્રત– સર્વ પ્રકારના મૈથુનનો (=વિષયોનો) ત્યાગ. (૫) પરિગ્રહવિરમણ વ્રત– સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. પાંચ અણુવ્રતો– (૧) સ્થૂલપ્રાણાતિપાતવિરમણ વ્રત– નિરપરાધી ત્રસજીવોની સંકલ્પપૂર્વક નિરપેક્ષ હિંસાનો ત્યાગ. (૧) આ વ્રતમાં ત્રસ અને સ્થાવર એ બે પ્રકારના જીવોમાંથી ત્રસ જીવોની જ હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. ગૃહસ્થપણામાં સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ અશક્ય છે. (૨) તેમાં પણ સંકલ્પથી, એટલે કે મારવાની બુદ્ધિથી, હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. મારવાની બુદ્ધિ ન હોવા છતાં ખેતી-રસોઇ આદિની પ્રવૃત્તિમાં અજાણતાં કે સહસા વગેરે કારણોથી ત્રસ જીવો હણાઇ જાય તો તે આરંભજન્ય હિંસાનો ત્યાગ થતો નથી. (૩) તેમાં પણ નિરપરાધી જીવોની જ હિંસાનો ત્યાગ કરવામાં આવે છે.કોઇ બદમાસ સ્ત્રીની લાજ લેતો હોય, ઘરમાં ચોર પેઠો હોય, હિંસક પ્રાણી હુમલો કરે, કૂતરું કરડવા આવે, રાજા હોય તો શત્રુની સાથે લડવું પડે, વગેરે પ્રસંગોમાં અપરાધીને યથાયોગ્ય શિક્ષા આદિ કરતાં સ્થૂલહિંસા થઇ જાય છે. અપરાધીને મારવો પડે તો તેમાં થતી હિંસાનો ત્યાગ થતો નથી. (૪) તેમાં પણ નિરપેક્ષ હિંસાનો ત્યાગ છે. સાપેક્ષ હિંસાનો ત્યાગ થતો નથી. નિ૨૫રાધી હોવા છતાં કારણસર પ્રમાદી પુત્ર આદિને, બરોબર કામ ન કરનાર નોકર આદિને, કે અપલક્ષણા બળદ આદિને મારવાનો પ્રસંગ ૧. જીવોના ભેદોની સમજૂતી માટે જુઓ અ.૧, સૂત્ર-૧૦ વગેરે. ૨. હિંસા આદિ પાંચ પાપની વ્યાખ્યા ગ્રંથકાર સ્વયમેવ આ અધ્યાયના આઠમા સૂત્રથી શરૂ ક૨શે.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy