________________
૨૭૧
અ) ૬ સૂ૦ ૨૬] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર છે. એટલે દેવગતિ આદિ કર્મના આસવનું કારણ પ્રશસ્ત રાગ-દ્રષની પરિણતિ છે. એટલે દેવગતિ આદિ કર્મના આસવનું કારણ પ્રશસ્ત રાગવૈષની પરિણતિ છે. સંયમ આદિમાં જેટલા અંશે રાગ-દ્વેષ તેટલા અંશે તે આસવનું કારણ બને છે. પ્રશસ્ત રાગ-દ્વેષ શુભ આસવનું અને અપ્રશસ્ત રાગ-દ્વેષ અશુભ આસવનું કારણ બને છે. છતાં ઉપચારથી (=વ્યવહારથી) સંયમ આદિને દેવગતિ આદિના આસવ કહેવામાં આવે છે.
અપુનર્બલકથી આરંભી ૧૦મા ગુણસ્થાન સુધી દરેક આત્મા મોક્ષ માટે ધર્મ કરે છે. તે દરેકમાં જેટલા અંશે રાગ-દ્વેષની પરિણતિ ઓછી તેટલા અંશે આસવ અલ્પ અને સંવર-નિર્જરા વધારે થાય છે. અપુનર્બલકથી સમ્યગ્દષ્ટિમાં સમ્યગ્દષ્ટિથી દેશવિરતિમાં એમ ઉત્તરોત્તર સાધકમાં રાગ-દ્વેષની પરિણતિ ન્યૂન હોવાથી આસવ ઓછો અને સંવર-નિર્જરા વધારે થાય છે. અપુનબંધકની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ વધારે સંવર-નિર્જરા કરે છે. સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ દેશવિરતિ વધારે સંવર-નિર્જરા કરે છે. દેશવિરતિની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને અને સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ અપુનબંધકને આસવ વધારે હોય છે.
આનું તાત્પર્ય એ આવ્યું કે ધર્મ તો સંવર અને નિર્જરાનું જ કારણ છે. પણ તેની સાથે રહેલી પ્રશસ્ત રાગ-દ્વેષની માત્રા તે તે કર્મના શુભ કે અશુભ કર્મના આસવનું કારણ બને છે. આથી કોઈ એમ કહેતું હોય કે ધાર્મિક અનુષ્ઠાનો ક્રિયાકાંડો આસવનાં કારણો છે તેથી હેય છે, તો તે તદન અસત્ય છે. ધાર્મિક અનુષ્ઠાનો સંવર અને નિર્જરાનાં એટલે કે મોક્ષના જ કારણો છે. પણ ધર્મ સાથે રહેલી રાગ-દ્વેષની પરિણતિ આસવનું કારણ બને છે. માટે જ પ્રસ્તુતમાં સંયમને સરાગ એવું વિશેષણ લગાડવામાં આવ્યું છે. વીતરાગ સંયમ કેવળ નિર્જરાનું જ કારણ બને છે. જેમ ઘી-ગોળથી બનાવેલ લાડવા ગળ્યા હોય છે, પણ જો તેમાં મેથી નાંખવામાં આવે તો કડવા લાગે છે. જેમ જેમ મેથી વધારે તેમ તેમ કડવાશ પણ વધારે. અહીં કડવાશ લાડવાની છે કે મેથીની છે? અહીં કડવાશ મેથીની હોવા છતાં લાડવાને કડવા કહેવામાં આવે છે. તેમ ધર્મના બધા અનુષ્ઠાનો મીઠા લાડવા સમાન છે, અને તેની સાથે રહેલી રાગ-દ્વેષની પરિણતિ મેથી સમાન છે.' ૧. શ્રાદ્ધવર્ય પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસના વિવેચનનો ભાવ અહીં લીધો છે.