________________
૨૭૦
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ) ૬ સૂ૦ ૨૬ (૫) વિર્યાતરાય- અન્યની શક્તિનો નાશ કરવો (બળદની ખસી કરવી વગેરે), ધાર્મિક કાર્યોમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ ન કરવી, કોઈના તપ આદિના ઉત્સાહને ભાંગી નાખવો, અન્યને તપ આદિમાં અંતરાય કરવો વગેરે રીતે અંતરાય કર્મનો બંધ થાય છે.
પ્રશ્ન- અહી જે જે કર્મના જે જે આસવો બતાવ્યા છે, તે તે આસવોની હયાતિમાં તે તે જ કર્મો બંધાય છે, કે અન્ય કર્મો પણ બંધાય છે.
ઉત્તર–અહીં જે જે કર્મના જે જે આસવો છે તે તે આસવોની હયાતિમાં તે તે જ કર્મો બંધાય છે એવું નથી, અન્ય કર્મો પણ અવશ્ય બંધાય છે. સંસારી દરેક જીવને ગમે તે આસવ હોય પણ પ્રત્યેક સમયે સાત કર્યો અને આયુષ્ય બંધાય ત્યારે પ્રત્યેક સમયે આઠ કર્મો અવશ્ય બંધાય છે. છતાં અહીં અમુક અમુક આસવોથી અમુક અમુક કર્મો બંધાય છે એવું કથન રસબંધને આશ્રયીને કરવામાં આવ્યું છે. અર્થાત્ તે તે આસવથી તે તે કર્મમાં રસ વધારે પડે અને અન્ય કર્મમાં રસ બહુ જ ઓછો પડે. ચાર પ્રકારના બંધમાં મુખ્યતા રસબંધની છે. દા.ત. દાનમાં વિઘ્ન કરવાના અધ્યવસાય આત્મામાં ઉત્પન્ન થાય ત્યારે દાનાંતરાય કર્મના બંધની સાથે અન્ય જ્ઞાનાવરણીય આદિ કર્મનો પણ બંધ થાય છે, પણ દાનાંતરાયમાં રસ ઘણો પડે છે, અને અન્ય કર્મોમાં રસ અતિ ન્યૂન પડે છે. આમ અન્ય આસવો વિષે પણ જાણવું.
પ્રશ્ન- સંયમ, દેશવિરતિ આદિ દેવગતિના આસવો હોવાથી તેમને ધર્મ કેમ કહેવાય ? ધર્મનું મુખ્ય ફળ મોક્ષ છે, મોક્ષ કર્મના સંવરથી અને નિર્જરાથી થાય, એટલે જે સંવર અને નિર્જરાનું કારણ બને તે જ ધર્મ કહેવાય, દેવગતિ આદિનું કારણ બને તેને ધર્મ કેમ કહેવાય ? શુભ આસવો પણ સંસારનાં કારણો છે.
ઉત્તર- કોઈ પણ પ્રરૂપણા નિશ્ચય અને વ્યવહાર એ બે નયોથી થાય છે. એટલે અહીં જો નિશ્ચય નયથી વિચારવામાં આવે તો દેશવિરતિ આદિ ધર્મ સંવર અને નિર્જરાનું જ કારણ છે. વ્યવહારનયને આશ્રયીને દેશવિરતિ આદિને દેવગતિ આદિના કારણ તરીકે જણાવવામાં આવે છે. દેવગતિનું કારણ સંયમ આદિ ધર્મ નથી, કિન્તુ તેમાં રહેલી કષાયની શુભ પરિણતિ ૧. ચાર પ્રકારના બંધની સમજુતી માટે જુઓ અ.૮, સૂત્ર-૪.