________________
૨૬૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૨૩ સાધુનો શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સ્વીકાર કરવો, પોતાની પાસે રાખીને અભ્યાસ આદિ કરાવવું. ઉપગ્રહ એટલે સાધુઓને જરૂરી વસ્ત્ર, પાત્ર, વસતિ આદિ મેળવી આપવું. અનુગ્રહ એટલે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સાધુઓને ભક્ત-પાન આદિ લાવી આપવું. અથવા પ્રવચન એટલે પ્રવચનની=જિનશાસનની આરાધના કરનાર સાધર્મિક. જેમ માતા પોતાના પુત્ર ઉપર અકૃત્રિમ સ્નેહ ધારણ કરે છે તેમ સાધર્મિક ઉપર અકૃત્રિમ સ્નેહ રાખવો એ પ્રવચન વાત્સલ્ય છે.
(૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) આચાર્ય-ગુરુ (૫) સ્થવિર (૬) ઉપાધ્યાય (=બહુશ્રુત) (૭) સાધુ (૮) જ્ઞાન (વાચનાદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયથી સૂત્રાર્થનો અભ્યાસ) (૯) સમ્યગ્દર્શન (૧૦) વિનય (૧૧) આવશ્યક ક્રિયા (૧૨) મૂલગુણઉત્તરગુણરૂપ ચારિત્ર (૧૩) ધ્યાન (૧૪) તપ (૧૫) દાન (૧૬) વેયાવચ્ચ (૧૭) સંઘ (૧૮) જ્ઞાન ( નૂતન સ્ત્રાર્થનો અભ્યાસ) (૧૯) શ્રુતજ્ઞાન( શ્રદ્ધા, પ્રચાર આદિ) (૨૦) શાસન પ્રભાવનાએ વીશ સ્થાનકોની(=પદોની) આરાધનાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. અરિહંત આદિ વીશ પદોનો આ સૂત્રમાં જણાવેલા આસવોમાં યથાયોગ્ય સમાવેશ થઈ જાય છે. આ આસવો સમુદિત(=બધા ભેગા મળીને) અથવા પ્રત્યેક (એક એક) કે બે, ત્રણ વગેરે પણ તીર્થંકર નામકર્મના આસવો છે.
આ આસ્ત્રવોના સેવનની સાથે જયારે જગતના સર્વ જીવો પ્રત્યે વિશિષ્ટ પ્રકારની કરુણા જાગે છે ત્યારે તીર્થંકર નામકર્મનો નિકાચિત બંધ થાય છે. તીર્થકરના જીવો તીર્થંકરના ભવથી પૂર્વના ત્રીજા ભવે અરિહંત આદિ (વીશ સ્થાનકના) પદોની આરાધના કરે છે, અને “અહો ! આ આશ્ચર્ય છે કે સકળ ગુણસંપન્ન તીર્થકરોએ પ્રરૂપેલ સ્કુરાયમાન તેજવાળું પ્રવચન હોવા છતાં મહામોહના અંધકારથી સુખનો સાચો માર્ગ નહિ દેખાવાથી અત્યંત દુઃખી અને વિવેકથી રહિત જીવો આ ગહન સંસારમાં ભમ્યા કરે છે, માટે હું આ જીવોને પવિત્ર પ્રવચન ( જૈનશાસન) પમાડીને આ સંસારમાંથી (યથાયોગ્ય) પાર ઉતારું' એ પ્રમાણે જગતના સઘળા જીવો પ્રત્યે સર્વોત્કૃષ્ટ કરુણા ભાવના ભાવે છે. પ્રત્યેક ક્ષણે ઉત્તરોત્તર આ ભાવના અત્યંત વૃદ્ધિ પામતી જાય છે. સદા પરાર્થવ્યસની(=પરનું કલ્યાણ કરવાના વ્યસનવાળા) અને કરુણાદિ