________________
અ) ૬ સૂ૦ ૨૩] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૨૬૫ (૧૧) આચાર્યભક્તિ-પાંચ ઇન્દ્રિયોનો જય ઇત્યાદિ ૩૬ ગુણોથી યુક્ત હોય
તે આચાર્ય. આચાર્ય પધારે ત્યારે બહુમાનપૂર્વક સામે જવું, વંદન
કરવું, પ્રવેશ મહોત્સવ કરવો વગેરે રીતે આચાર્યની ભક્તિ કરવી. (૧૨) બહુશ્રુતભક્તિ- ઘણાશ્રુતને શાસ્ત્રોને જાણનાર બહુશ્રુત કહેવાય.
બહુશ્રુત પાસે વિધિપૂર્વક અભ્યાસ કરવો, વિનય કરવો, તેમના
બહુશ્રુતપણાની પ્રશંસા-અનુમોદના કરવી વગેરે બહુશ્રુતભક્તિ છે. (૧૩) પ્રવચનભક્તિ- પ્રવચન એટલે આગમશાસ્ત્ર વગેરે મૃત. દરરોજ નવા
નવા કૃતનો અભ્યાસ કરવો, અભ્યસ્ત શ્રતનું પ્રતિદિન પરાવર્તન કરવું, અન્યને શ્રુત ભણાવવું, શ્રુતનો પ્રચાર કરવો વગેરે અનેક રીતે
શ્રુતભક્તિ થઈ શકે છે. (૧૪) આવશ્યક અપરિહાણિ– જે અવશ્ય કરવું જોઈએ, જેના વિના ચાલે
નહિ તે આવશ્યક. સામાન્યથી સામાયિક આદિ છે આવશ્યક છે. પણ અહીં આવશ્યક શબ્દથી સંયમના નિર્વાહ માટે જરૂરી સર્વ ક્રિયાઓ સમજવી. સંયમની સર્વ પ્રકારની ક્રિયાઓ ભાવથી સમયસર વિધિપૂર્વક કરવી એ આવશ્યક અપરિહણિ છે. ભાવથી એટલે માનસિક ઉપયોગપૂર્વક ઉપયોગ વિનાનાં સર્વ ધાર્મિક અનુષ્ઠાનો દ્રવ્ય
અનુષ્ઠાનો છે. દ્રવ્ય અનુષ્ઠાનોથી આત્મકલ્યાણ ન થાય. (૧૫) મોક્ષમાર્ગ પ્રભાવના– સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્મચારિત્ર એ
ત્રણ મોક્ષનો માર્ગ(=મોક્ષપ્રાપ્તિનો ઉપાય) છે. મોક્ષમાર્ગની પ્રભાવના એટલે સ્વયં મોક્ષમાર્ગનું પાલન કરવા સાથે અન્ય જીવો પણ મોક્ષમાર્ગ
પામે એ માટે ઉપદેશ આદિ દ્વારા મોક્ષમાર્ગનો પ્રચાર કરવો. (૧૬) પ્રવચન વાત્સલ્ય– અહીં પ્રવચન શબ્દથી શ્રતધર બાળ, વૃદ્ધ, ગ્લાનર,
તપસ્વી, શૈક્ષક, ગણ વગેરે મુનિ ભગવંતો સમજવા. તેમના ઉપર સંગ્રહ, ઉપગ્રહ અને અનુગ્રહથી વાત્સલ્યભાવ રાખવો તે પ્રવચન
વાત્સલ્ય. સંગ્રહ એટલે અભ્યાસ આદિ માટે આવેલ પરસમુદાયના ૧. અહીં શ્રી હરિભદ્રસૂરિ મ.ની ટીકામાં બહુશ્રુતનો અર્થ ઉપાધ્યાય કરવામાં આવ્યો છે. જયારે
શ્રી સિદ્ધસેન ગણિની ટીકામાં ઉપાધ્યાય વાચનાચાર્ય હોવાથી “આચાર્યભક્તિ' એ પદથી આચાર્ય અને ઉપાધ્યાય બંનેનું ગ્રહણ કર્યું છે. ૨. ગ્લાન આદિના અર્થ માટે જુઓ અ.૯, સૂત્ર-૨૪