________________
૨૬૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૨૩ (૨) વિનય સમ્યજ્ઞાન આદિ મોક્ષનાં સાધનોનો તથા ઉપકારી આચાર્ય
આદિનો યોગ્ય સત્કાર, સન્માન, બહુમાન વગેરે કરવું." (૩) શીલ-વ્રતમાં અપ્રમાદ– શીલ અને વ્રતોનું પ્રમાદ રહિત નિરતિચારપણે
પાલન કરવું. -- વારંવાર જ્ઞાનોપયોગ- વારંવાર પ્રતિક્ષણ વાચના આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં રત રહેવું. વારંવાર સંવેગ- સંસારનાં સુખો પણ દુઃખરૂપ લાગવાથી મોક્ષસુખ મેળવવાની ઇચ્છાથી ઉત્પન્ન થયેલ શુભ આત્મપરિણામ.' યથાશક્તિ ત્યાગ– પોતાની શક્તિ પ્રમાણે ન્યાયોપાર્જિત વસ્ત્ર-પાત્ર આદિનું સુપાત્રમાં દાન આપવું. (દાનના સ્વરૂપ માટે જુઓ આ ૭,
સૂ.૩૩-૩૪). (૭) યથાશક્તિ તપ- પોતાની શક્તિ પ્રમાણે બાહ્ય-અભ્યતર તપનું સેવન
કરવું. (તપના વિસ્તૃત વર્ણન માટે જુઓ અ.૯, સૂ.૧૯ વગેરે.) (૮) સંઘ-સાધુની સમાધિ-સંઘ અને સાધુઓમાં શાંતિ રહે તેમ વર્તવું. સંઘમાં
પોતાના નિમિત્તે અશાંતિ ઊભી ન કરવી અને અન્યથી થયેલ અશાંતિને દૂર કરવી. સીદાતા શ્રાવકોને ધર્મમાં જોડવા, સાધુઓ સંયમનું સુંદર પાલન કરી શકે એ માટે શક્ય કરી છૂટવું વગેરે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સંઘ છે. સાધુઓનો સંઘમાં સમાવેશ હોવા છતાં અહીં
સાધુઓનો અલગ નિર્દેશ સંઘમાં સાધુઓની પ્રધાનતા જણાવવા છે. (૯) સંઘ-સાધુઓનું વેયાવચ્ચ– આર્થિક કે અન્ય કોઈ આપત્તિમાં આવેલા
શ્રાવકોને અનુકૂળતા કરી આપવી. સાધુઓને આહાર-પાણી આદિનું
દાન કરવું. માંદગીમાં ઔષધ આદિથી સેવા કરવી વગેરે. (૧૦) અરિહંતભક્તિ- રાગાદિ અઢાર દોષોથી રહિત હોય તે અરિહંત.
ગુણોની સ્તુતિ, વંદન, પુષ્પાદિથી પૂજા ઇત્યાદિ રીતે અરિહંતની
ભક્તિ કરવી. ૧. વિનયનું વિસ્તૃત વર્ણન ૯મા અધ્યાયના ૨૩મા સૂત્રમાં આવશે. ૨. પ્રમાદના વિસ્તૃત વર્ણન માટે જુઓ અ.૮, સૂત્ર-૧. ૩. સ્વાધ્યાયના વિસ્તૃત વર્ણન માટે જુઓ અ.૯, સૂત્ર-૨૫. ૪, સંવેગ લાવવાના ઉપાય માટે જુઓ અ.૭, સૂત્ર-૭. ૫. વેયાવચ્ચેના વિશેષ વર્ણન માટે જુઓ અ.૯, સૂત્ર-૨૪.