________________
અ) ૬ સૂ૦૧૨] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૨૫૫ દુઃખ કે તેવા પ્રકારના કર્મોના ઉદયથી સ્વયં આવી પડેલું હોવા છતાં આત્મશુદ્ધિના ધ્યેયથી સમભાવે સહન કરાતું દુઃખ અસાતાવેદનીયનો આસવ નથી. અધ્યાત્મ પ્રેમી જીવો આત્મશુદ્ધિના ધ્યેયથી સ્વેચ્છાથી તપ આદિનું દુઃખ સહન કરે છે. એટલે તે દુઃખમાં ક્રોધાદિ કષાયનો આવેશ ન હોવાથી અને મનની પ્રસન્નતા હોવાથી તેમને અસાતાવેદનીયનો બંધ થતો નથી. બલ્ક ઘણી નિર્જરા(=પૂર્વે બંધાયેલા અશુભ કર્મનો ક્ષય) થાય છે.
સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવામાં આવે તો અધ્યાત્મપ્રેમીઓને તપ આદિમાં થતું દુઃખ દુઃખરૂપ લાગતું નથી, પણ તેમાં સુખનો અનુભવ થાય છે. કારણ કે એમની નજર ભાવી સુખ તરફ હોય છે. આપણે આપણા જીવનમાં અનેક પ્રસંગોમાં ક્યાં અનુભવતા નથી કે વર્તમાનનું ગમે તેવું દુઃખ ભાવી સુખની આશાથી દુઃખરૂપ લાગતું નથી. રોગી રોગને દૂર કરવા કટુ ઔષધનું સેવન, પથ્યપાલન વગેરે અનેક કષ્ટો સહન કરે છે. છતાં તે કષ્ટો તેને કષ્ટરૂપ લાગતાં નથી. બલ્ક સુખરૂપ લાગે છે. તેના મુખ ઉપર પ્રસન્નતા હોય છે. કારણ કે તેની નજર ભાવી સુખ તરફ હોય છે. વર્ષોથી પતિવિયોગથી ઝૂરતી યુવતી જયારે બે-ચાર દિવસમાં પતિનો સંયોગ થશે તેવા સમાચાર મળે છે ત્યારે સુખનો કેવો અનુભવ કરે છે? પતિસંયોગના માત્ર સમાચારથી ઉત્પન્ન થયેલું સુખ એના દિલમાં સમાતું નથી. શું અત્યારે પતિનો વિયોગ નથી ? પતિવિયોગનું દુઃખ હોવા છતાં ભાવી સંયોગસુખની આશાથી તે દુઃખ તેને દુ:ખરૂપ લાગતું નથી.
આધ્યાત્મિક માર્ગમાં કષ્ટનું વિધાન ભાવી સુખને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે. આથી તીર્થકરોના ઉપદેશથી થતા તપ વગેરેમાં મનની પ્રસન્નતા=સમતા હોવાથી અસાતાવેદનીય કર્મ બંધાતું નથી, બલ્ક ભવિષ્યમાં દુઃખ આપનાર અસાતાવેદનીય કર્મનો ક્ષય વગેરે થાય છે. દુઃખથી સર્વથા મુક્ત થવાનો ઉપાય પણ આ જ છે. જો સમભાવે સહન કરવામાં આવતા દુઃખથી પણ અસતાવેદનીય કર્મનો બંધ થાય તો દુઃખનો કદી અંત જ ન આવે. કારણ કે જ્યારે જ્યારે દુઃખ આવશે ત્યારે ત્યારે અસતાવેદનીય કર્મનો બંધ થશે. એ કર્મ ઉદયમાં આવશે ત્યારે પુનઃ દુ:ખનો અનુભવ અને અસતાવેદનીય કર્મનો બંધ થશે. પુનઃ એ કર્મ ઉદયમાં આવશે ત્યારે પુનઃ