________________
૨૫૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ) ૬ સૂ૦ ૧૨ (૨) શોક એટલે અનુગ્રહ કરનાર બંધુ આદિના વિયોગથી વારંવાર તેના વિયોગના વિચારો દ્વારા માનસિક ચિંતા-ખેદ વગેરે.
(૩) તાપ એટલે કઠોરવચનશ્રવણ, ઠપકો, પરાભવ વગેરેથી હૃદયમાં બળ્યા કરવું વગેરે.
(૪) આકંદન એટલે હૃદયમાં પરિતાપ (માનસિક બળતરા) થવાથી માથું પછાડવું, છાતી કૂટવી, હાથ-પગ પછાડવા, અશ્રુપાત કરવા પૂર્વક રડવું વગેરે.
(૬) વધ એટલે પ્રાણનો વિયોગ કરવો, સોટી આદિથી માર મારવો વગેરે.
(૭) પરિદેવન એટલે અનુગ્રહ કરનાર બંધુ આદિના વિયોગથી વિલાપ કરવો, બીજાને દયા આવે એ પ્રમાણે દીન બનીને તેના વિયોગનું દુઃખ પ્રગટ કરવું વગેરે.
યદ્યપિ શોક વગેરે પણ દુઃખરૂપ જ છે, છતાં અસાતાવેદનીય કર્મના ઉદયથી જીવો કેવા કેવા પ્રકારનાં દુઃખો અનુભવે છે તે જણાવવા અહીં શોક વગેરેને જુદાં જુદાં બતાવ્યાં છે.
શોકમાં મનમાં ચિંતા કે ખેદ આદિ થાય છે. જયારે પરિદેવનમાં હૃદયમાં રહેલી ચિંતા આદિ કરણ શબ્દોથી બહાર પ્રગટ થાય છે. આમ શોક અને પરિદેવનમાં ભેદ છે.
અનીતિ, વિશ્વાસઘાત, ત્રાસ, તિરસ્કાર, ઠપકો, ચાડી, પરપરાભવ, પરનિંદા, આત્મશ્લાઘા, નિર્દયતા, મહાઆરંભ, મહાપરિગ્રહ વગેરે પણ અસતાવેદનીયના આસવો છે. ટૂંકમાં અન્યને દુઃખ થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ અસતાવેદનીયકર્મના આસવરૂપ બને છે. આ આસવોથી ભવાંતરમાં કે આ ભવમાં પણ દુઃખ મળે તેવાં અશુભ કર્મો બંધાય છે.
પ્રશ્ન- જો દુઃખ અસાતાવેદનીય કર્મનો આસવ કરે છે તો તીર્થકરોએ તપ, ત્યાગ, કેશાંચન આદિનો ઉપદેશ નહિ આપવો જોઈએ. કારણ કે તેનાથી દુઃખ ઉત્પન્ન થાય છે.
ઉત્તર–અહીં દુઃખ અસાતવેદનીય કર્મનો આસ્રવ છે એનો અર્થ એ છે કે ક્રોધાદિ કષાયના આવેશથી દીનતા પૂર્વક ઉત્પન્ન થતું દુઃખ અસાતવેદનીય કર્મનો આસવ છે. પણ આત્મશુદ્ધિના ધ્યેયથી સ્વેચ્છાથી સ્વીકારવામાં આવતું