________________
૨૫૬
શ્રીતવાથિિધગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૧૨ દુઃખનો અનુભવ અને અસાતવેદનીય કર્મનો બંધ થશે. આમ ઘટમાળ ચાલ્યા કરશે. પણ તેવું નથી. સમભાવે દુઃખ સહન કરવાથી અસાતાવેદનીય કર્મ નવું તો ન બંધાય, બલ્ક પૂર્વે બંધાયેલ પણ અસતાવેદનીય કર્મ બળી જાય. આથી જેણે સર્વથા દુઃખથી મુક્ત થવું હોય તેણે તપ આદિનું સેવન કરવું જ જોઈએ. પ્રાયઃ દરેક જીવે પૂર્વે અજ્ઞાન અવસ્થામાં અસાતવેદનીય કર્મો બાંધેલાં હોય છે. એટલે એ કર્મો ગમે ત્યારે ઉદયમાં આવીને દુઃખ આપવાનાં. એ કર્મો ક્યારે ઉદયમાં આવશે તે આપણે જાણતા નથી, પણ એ કમોં ઉદયમાં આવશે એ તો નિશ્ચિત છે. હવે જો એ કર્મો ઉદયમાં આવે અને તે વખતે અનિચ્છાએ પણ આપણે દુઃખ ભોગવવું પડે અને નવાં કર્મો બંધાય, તો એ કર્મો ઉદયમાં આવે એ પહેલાં જ તપ આદિ દ્વારા એનો નાશ શા માટે ન કરવો ? પોતાની પાસે મૂડી હોવા છતાં લેણદારને સ્વયં આપે નહિ, પછી પઠાણી ઉઘરાણી આવે ત્યારે આપે એ કેવો ગણાય ? સમજુ માણસ તો પાસે મૂડી હોય તો પઠાણી ઉઘરાણી આવે એ પહેલાં જ જાતે જ જઈને સ્વેચ્છાથી આનદંપૂર્વક બધી રકમ ચૂકતે કરી દે. એકી સાથે આપી શકાય તેમ ન હોય તો ટુકડે ટુકડે પણ ઉઘરાણી આવે એ પહેલાં જ આપી દે. તેમ સાધક પણ કર્મ ઉદયમાં આવે એ પહેલાં જ પોતાની શક્તિ પ્રમાણે ખપાવવાનો પ્રયત્ન કરે. કદાચ તેવા પ્રકારની મનની નિર્બળતાથી કર્મો ઉદયમાં આવે એ પહેલાં નાશ કરવાનો પ્રયત્ન ન કરે તો પણ સ્વયં એ કમ ઉદયમાં આવી જાય તો તેને સમભાવે સહન કરી લે. કારણ કે એ સમજતો હોય છે કે ઇચ્છાએ કે અનિચ્છાએ મારે દુઃખ સહન કરવાનું જ છે, તો મન બગાડ્યા વિના સહન કરી લેવામાં જ સારું છે.
આનાથી ભાવી નવાં કર્મોનો બંધ અટકે છે. ઉદયમાં આવતાં કર્મો સમભાવે ભોગવાય, અને નવાં કર્મો ન બંધાય તો એક દિવસ એવો આવે કે સઘળાં કર્મોનો ક્ષય થઈ જાય અને આત્મા દુઃખથી સર્વથા મુક્ત બની જાય. માટે જેણે દુઃખથી સર્વથા મુક્ત બનવું હોય તેણે તપ આદિ દ્વારા પૂર્વે બંધાયેલા કર્મોનો નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. તે ન બની શકે તો પણ સ્વયં ઉદયમાં આવેલા કર્મોને તો સમભાવે જ ભોગવી લેવા જોઇએ. અન્યથા કર્મ અને દુઃખની ઘટમાળ ચાલ્યા કરશે. (૧૨)