________________
અ૦ ૬ સૂ૦ ૧૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૫૧
૫હે૨વાનું એક વસ્ર નવું હોય અને એક વસ્ત્ર જૂનું હોય તો જૂનું કાઢીને બીજું પણ નવું વસ્ત્ર પહેરવું વગેરે.
(૪) નિસર્ગ એટલે ત્યાગ, નિસર્ગ અધિકરણના મન, વચન અને કાયા એ ત્રણ ભેદો છે. મનોનિસર્ગ એટલે શાસ્ત્ર વિરુદ્ધ વિચાર કરવો. અહીં મનનો ત્યાગ એટલે મન રૂપે પરિણમાવેલા મનોવર્ગણાના પુદ્ગલોનો ત્યાગ. અને મનરૂપે પરિણમાવેલા મનોવર્ગણાના પુદ્ગલોનો ત્યાગ એટલે જ વિચાર. ભાષાનિસર્ગ એટલે શાસ્ત્રથી વિરુદ્ધ બોલવું. અહીં પણ ભાષાનો ત્યાગ એટલે ભાષારૂપે પરિણમાવેલા ભાષા વર્ગણાના પુદ્ગલોનો ત્યાગ. અને ભાષા રૂપે પરિણમાવેલા ભાષા વર્ગણાના પુદ્ગલોનો ત્યાગ એટલે જ ભાષા-બોલવું. કાયનિસર્ગ એટલે શસ્ત્ર, અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, પાશબંધન આદિથી કાયાનો ત્યાગ કરવો. (૧૦)
(અહીં સુધી સામાન્યથી આસવનું અને આસવમાં થતી વિશેષતાનાં કા૨ણોનું વર્ણન કર્યું. હવે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને આશ્રયીને તે તે કર્મસંબંધી વિશેષ આસવોનું ક્રમશઃ વર્ણન શરૂ થાય છે. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોનું વર્ણન આઠમા અધ્યાયમાં ત્રીજા સૂત્રથી શરૂ થશે.)
જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આસ્રવો— तत्प्रदोष-निह्नव मात्सर्या - ऽन्तराया -ऽऽसादनोपघाता જ્ઞાનવર્શનાવરણો: ॥ ૬-૬ ॥
જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો સંબંધી યથાસંભવ, પ્રદોષ, નિદ્ભવ, માત્સર્ય, અંતરાય, આસાદન અને ઉપઘાત એ છ જ્ઞાનાવરણીય કર્મના અને દર્શન, દર્શની તથા દર્શનનાં સાધનો વિશે યથાસંભવ પ્રદોષ આદિ છ દર્શનાવરણીય કર્મના આસ્રવો છે.
(૧) પ્રદોષ– વાચના કે વ્યાખ્યાન આદિના સમયે પ્રકાશિત થતા તત્ત્વજ્ઞાન પ્રત્યે અરુચિ થવી. જ્ઞાન ભણતાં કંટાળો આવવો. જ્ઞાનીની પ્રશંસા આદિ સહન ન થવાથી કે અન્ય કારણથી તેમના પ્રત્યે દ્વેષ-વૈરભાવ રાખવો. જ્ઞાનનાં સાધનોને જોઇને તેમના પ્રત્યે રુચિ-પ્રેમ ન થવો વગેરે.
(૨) નિહ્નવ– પોતાની પાસે જ્ઞાન હોવા છતાં કોઇ ભણવા આવે તો (કંટાળો, પ્રમાદ આદિના કારણે) હું જાણતો નથી એમ કહીને ન ભણાવવું.