________________
૨૫૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૧૦ ભૂમિને દૃષ્ટિથી જોયા વિના (કે જેમ તેમ જોઇને) વસ્તુ મૂકવી. દુષ્પમાર્જિતનિક્ષેપ એટલે ભૂમિનું જેમ તેમ પ્રમાર્જન કરીને અથવા પ્રમાર્જન કર્યા વિના વસ્તુ મૂકવી. સહસા નિક્ષેપ એટલે અશક્તિ આદિના કારણે સહસા (=ઓચિંતા કે ઉતાવળથી) બરોબર જોયા વિનાની અને પ્રમાર્જના કર્યા વિનાની ભૂમિ ઉપર વસ્તુ મૂકવી. અનાભોગ નિક્ષેપ એટલે વિસ્મૃતિ થવાથી ઉપયોગના અભાવે ભૂમિને જોયા વિના અને પ્રમાર્યા વિના વસ્તુ મૂકવી.
અહીં નિક્ષેપ અધિકરણના ચાર ભેદો કારણના ભેદથી છે. કોઈ પણ વસ્તુ મૂકવી હોય તો જ્યાં મૂકવી હોય ત્યાં પ્રથમ દૃષ્ટિથી નિરીક્ષણ કરવું જોઈએ. જેથી વસ્તુ મૂકતાં કોઈ જીવ મરે નહિ. સૂક્ષ્મ જીવો એવા પણ હોય છે કે બરોબર જોવા છતાં દષ્ટિમાં આવે નહિ. આથી આંખોથી બરાબર જોયા પછી પણ રજોહરણ વગેરે જીવરક્ષાના સાધનથી ભૂમિનું પ્રમાર્જન કરવું જોઈએ. જેથી ત્યાં સૂક્ષ્મ જીવ હોય તો દૂર થઈ જાય. એટલે જે વસ્તુ જ્યાં મૂકવી હોય ત્યાં દષ્ટિથી નિરીક્ષણ તથા રજોહરણ આદિથી ભૂમિનું પ્રમાર્જન ન કરવામાં આવે, કરવામાં આવે તો પણ બરાબર ન કરવામાં આવે, તો નિક્ષેપ અધિકરણ બને છે. તેમાં જો દષ્ટિથી બરોબર નિરીક્ષણ ન કરવામાં આવે તો અપ્રત્યવેક્ષિત અને રજોહરણ આદિથી બરોબર પ્રમાર્જન ન કરવામાં આવે તો દુષ્પમાર્જિત એમ બે નિક્ષેપ અધિકરણ બને છે. પછીના બે નિક્ષેપ પણ નિરીક્ષણ અને પ્રમાર્જન ન કરવાથી કે બરોબર ન કરવાથી જ બને છે. છતાં પ્રથમના (અપ્રત્યવેક્ષિત અને દુષ્પમાર્જિત) એ બે બેદરકારીથી (પ્રમાદથી) બને છે, જ્યારે પછીના (=સહસા અને અનાભોગ) એ બે બેદરકારીથી=પ્રમાદથી નથી બનતા, કિંતુ અનુક્રમે સહસા અને વિસ્મૃતિથી બને છે. યદ્યપિ અનાભોગમાં બેદરકારી તો છે, પણ પ્રથમના બે જેટલી નથી. આમ કારણભેદના કારણે એક જ નિક્ષેપના ચાર ભેદ પડે છે.
(૩) સંયોગ એટલે ભેગું કરવું=જોડવું. સંયોગ અધિકરણ ભક્તપાન અને ઉપકરણ એમ બે પ્રકારે છે. ભક્તપાન સંયોગ એટલે ભોજનને સ્વાદિષ્ટ બનાવવા રોટલી આદિની સાથે ગોળ, મુરબ્બો, શાક આદિનો સંયોગ કરવો, દૂધમાં સાકર નાખવી વગેરે. ઉપકરણ સંયોગ એટલે વેશભૂષાના ઉદ્દેશથી