________________
અ૦ ૬ સૂ૦ ૭]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૪૭
(=અત્યંત નબળા સંઘયણવાળો) સાતમી નરકમાં જવું પડે તેવું પાપ કરી શકે જ નહિ. જ્યારે પ્રથમ (=અત્યંત બળયુક્ત) સંઘયણવાળો તેવું પાપ કરી શકે છે. જેમ નબળા સંઘયણવાળો જીવ પ્રબળ પાપ કરી શકતો નથી, તેમ પ્રબળ પુણ્ય પણ કરી શકતો નથી. નબળા સંઘયણવાળો ગમે તેવો ઉત્કૃષ્ટ ધર્મ કરે છતાં ચોથા દેવલોકથી ઉપર ન જાય. વીર્યનો આધાર શરીરના સંઘયણ ઉપર જ છે. આથી જેમ જેમ સંઘયણ મજબૂત તેમ તેમ પુણ્ય કે પાપ અધિક થઇ શકે. કયા કયા સંઘયણવાળો જીવ વધારેમાં વધારે કેટલું પુણ્ય-પાપ કરી શકે તે જાણવા કયા કયા સંઘયણવાળો જીવ કયા કયા દેવલોક સુધી કે કયી કયી નરક સુધી જઇ શકે છે તે જાણવું જરૂરી છે. તે આ પ્રમાણે—
સંઘયણ
સ્વર્ગ નરક
સંઘયણ
સ્વર્ગ
નરક
૬
૪
ર
૩
૧૦
૫
૫
૬
૩
ર
૧૨
૬
૪
८
૧
મોક્ષ
૭
ભરતક્ષેત્રમાં વર્તમાન કાળમાં છઠ્ઠું જ સંઘયણ હોવાથી જીવો વધારેમાં વધારે ઉપર ચોથા દેવલોક સુધી અને નીચે બીજી નરક સુધી જ જઇ શકે. અધિકરણ અધિક૨ણ એટલે આસ્રવની ક્રિયાનાં સાધનો. અધિકરણના ભેદથી પણ કર્મબંધમાં ભેદ પડે છે. દા.ત. એકની પાસે તલવાર તીક્ષ્ણ છે અને એકની પાસે બુઠ્ઠી છે તો આ બંનેની હિંસાની ક્રિયા સમાન હોવા છતાં પરિણામમાં ભેદ પડે છે.
૪
પ્રશ્ન– અધિકરણ આદિના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે એવો એકાંતે નિયમ નથી. કેટલાકને અધિકરણ આદિ ન હોવા છતાં તીવ્ર કર્મબંધ થાય છે. જેમ કે તંદુલ મત્સ્ય. તેની પાસે હિંસાનાં સાધનો હોતા નથી. વાસુદેવ આદિના જેવું બળ પણ હોતું નથી. છતાં તે સાતમી નરકમાં જાય છે.
ઉત્તર– અહીં કહેલ તીવ્રભાવ આદિ છમાં તીવ્રભાવ અને મંદભાવની જ મુખ્યતા છે, જ્ઞાતભાવ આદિ ચાર તીવ્રભાવ અને મંદભાવમાં નિમિત્ત હોવાથી કારણની દૃષ્ટિએ એ ચારનું ગ્રહણ કર્યું છે. જ્ઞાતભાવ આદિની વિશેષતાથી કર્મબંધમાં (આસવમાં) વિશેષતા આવે જ એવો એકાંતે નિયમ