________________
અ) ૬ સૂ૦ ૭]. શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૪૫ ઉત્તર- વાત સાચી છે. પણ અવ્રતમાં ઇન્દ્રિય આદિના પરિણામ કારણ છે એ જણાવવા માટે ઇન્દ્રિય આદિનું ગ્રહણ કર્યું છે.
સારાંશ- ઇન્દ્રિય આદિ ચારમાંથી ગમે તે એકનું ગ્રહણ કરે તો પણ અન્ય આસવોનો તેમાં સમાવેશ થઈ જાય છે. આમ હોવા છતાં ઇન્દ્રિયો વગેરે એકબીજામાં કેવી રીતે નિમિત્તરૂપ બને છે, અને તેના યોગે કેવી કેવી પ્રવૃત્તિ થાય છે ઈત્યાદિનો સ્પષ્ટ બોધ થાય એ દષ્ટિ લક્ષ્યમાં રાખીને અહીં ચાર આસવોનું ગ્રહણ કર્યું છે. આ ચારમાં પણ કષાયની પ્રધાનતા છે. બાકીના ત્રણનો એમાં સમાવેશ થઈ જાય છે.
જેમ પૂર્વે યોગ શુભ અશુભ એમ બે પ્રકારે છે, તેમાં શુભયોગ પુણ્યકર્મનો આસ્રવ છે અને અશુભયોગ પાપકર્મનો આસવ છે, એમ જણાવ્યું છે, તેમ અહીં પણ ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં પ્રશસ્ત ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ પુણ્યકર્મનો અને અપ્રશસ્ત ઈન્દ્રિય આદિની પ્રવૃત્તિ પાપકર્મનો આસવ છે. પૌગલિક સુખ માટે ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. આત્મકલ્યાણના ઉદેશથી ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ પ્રશસ્ત છે. સ્ત્રીનાં અંગોપાંગ, નાટક આદિ જોવામાં ચક્ષુ ઇન્દ્રિયની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. વીતરાગ દેવ, ગુરુ વગેરેના દર્શનમાં ચક્ષુ ઈન્દ્રિયની પ્રવૃત્તિ પ્રશસ્ત છે. પોતાનું અપમાન કરનાર વગેરે પ્રત્યે અહંકાર આદિને વશ બનીને ક્રોધ કરવો તે અપ્રશસ્ત ક્રોધ છે. અવિનીત શિષ્યાદિકને સન્માર્ગે લાવવાના શુભ ઈરાદાથી તેના પ્રત્યે બાહ્યથી ક્રોધ કરવો એ પ્રશસ્ત ક્રોધ છે.
આ પ્રમાણે અન્ય ઇન્દ્રિયો વગેરેમાં પણ યથાયોગ્ય પ્રશસ્તઅપ્રશસ્તની ઘટના કરી લેવી. સંક્ષેપમાં કહીએ તો જિનેશ્વરદેવની આજ્ઞાનુસારે થતી ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ પ્રશસ્ત છે, અને આજ્ઞાને ઉલ્લંઘીને થતી ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. (૬)
આમ્રવનાં (બાહ્ય) કારણો સમાન હોવા છતાં આંતરિક પરિણામભેદના કારણે કર્મબંધમાં થતા ભેદનું પ્રતિપાદન
તીવ્ર-મદ્ર-જ્ઞાતિ-જ્ઞાતિમાdवीर्याधिकरण विशेषेभ्यस्तद्विशेषः ॥६-७ ॥
તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્ય અને અધિકરણના ભેદથી પરિણામમાં ભેદ પડવાથી) કર્મબંધમાં ભેદ પડે છે.