________________
૨૪૪
શ્રીતવાથધિગમસૂત્ર [અ૦ ૬ સૂ૦ ૬ પારિગ્રહિતી ક્રિયામાં પરિગ્રહ રૂપ અવત કારણ છે. પરિગ્રહમાં લોભરૂપ કષાય કારણ છે. સ્પર્શ ક્રિયામાં સ્પર્શનેન્દ્રિયની પ્રવૃત્તિ કારણ છે. સ્પર્શનેન્દ્રિયની પ્રવૃત્તિમાં રાગ કારણ છે. માયા ક્રિયામાં માયા કારણ છે. આમ અન્ય ક્રિયાઓમાં પણ કાર્ય-કારણ ભાવ જાણવો.
પ્રશ્ન- કેવળ ઈન્દ્રિયોના નિર્દેશથી અન્ય કષાય આદિનું પણ ગ્રહણ થઈ જશે. કારણ કે કષાય આદિનું મૂળ ઇન્દ્રિયો છે. જીવો ઇન્દ્રિયો દ્વારા વસ્તુનું જ્ઞાન કરી તેના વિશે વિચારણા કરી કષાયોમાં, અવ્રતોમાં અને ક્રિયાઓમાં પ્રવર્તે છે. આથી અહીં કષાય આદિનો પૃથફ નિર્દેશ કરવાની જરૂર નથી.
ઉત્તર- જો કેવળ ઇન્દ્રિયોનું જ ગ્રહણ કરવામાં આવે તો પ્રમત્ત જીવના જ આસવોનું કથન થાય. અપ્રમત્ત જીવના આસવોનું કથન રહી જાય. કારણ કે અપ્રમત્ત જીવને ઇન્દ્રિયો વડે કર્મોનો આસવ થતો જ નથી. તેમને કષાય અને યોગથી જ આસવ થાય છે. બીજું એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવોને યથાસંભવ પૂર્ણ ઇન્દ્રિયો અને મન ન હોવા છતાં કષાય આદિથી આસવ થાય છે. આથી સર્વ જીવોમાં સર્વ સામાન્ય આસવનું વિધાન થાય એ માટે ઇન્દ્રિય આદિ ચારેયનું સૂત્રમાં ગ્રહણ કરવું જરૂરી છે.
પ્રશ્ન- કેવળ કષાયનું ગ્રહણ કરવાથી ઈન્દ્રિય આદિનું ગ્રહણ થઈ જાય છે. કારણ કે સાંપરાયિક આસવમાં મુખ્યતયા કષાયો જ કારણ છે, એમ આ જ અધ્યાયના પાંચમા સૂત્રમાં કહેવામાં આવ્યું છે. કષાયથી રહિત ઈન્દ્રિય આદિ સાંપરાયિક આસવ બનતા નથી. આથી ઇન્દ્રિય આદિનું ગ્રહણ કરવાની શી જરૂર છે ?
ઉત્તર– વાત સત્ય છે. કષાયના યોગે જીવ આસવની કેવી રીતે પ્રવૃત્તિ કરે છે તેનો સ્પષ્ટ બોધ થાય અને એથી તે પ્રવૃત્તિને રોકવા પ્રયત્ન કરે એ માટે અહીં ઇન્દ્રિય આદિનું પૃથફ ગ્રહણ કર્યું છે.
પ્રશ્ન- કેવળ અવતનું ગ્રહણ કરવાથી ઇન્દ્રિય, કષાય વગેરેનું ગ્રહણ થઈ જાય છે. કેમ કે ઈન્દ્રિય આદિના પરિણામ વિના અવ્રતમાં પ્રવૃત્તિ થતી નથી. આથી અહીં ઇન્દ્રિય આદિનું ગ્રહણ કરવાની શી જરૂર છે ?