________________
અ૦ ૬ સૂ૦ ૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
(૧૧) દર્શનક્રિયા– રાગથી સ્ત્રી આદિનું દર્શન-નિરીક્ષણ કરવું. (૧૨) સ્પર્શનક્રિયા– રાગથી સ્ત્રી આદિનો સ્પર્શ કરવો. (૧૩) પ્રત્યયક્રિયા– નવાં (=પૂર્વે નહિ થયેલાં) શસ્ત્રો શોધીને બનાવવાં. (૧૪) સમન્તાનુપાતક્રિયા– જ્યાં મનુષ્ય, પશુ વગેરેનું ગમનાગમન થતું હોય ત્યાં મલ-મૂત્ર આદિ અશુચિ પદાર્થનો ત્યાગ કરવો. (૧૫) અનાભોગક્રિયા– જોયા વિના અને પ્રમાર્જન કર્યા વિના વસ્તુ મૂકવી. (૧૬) સ્વહસ્તક્રિયા– અન્યનું કાર્ય અભિમાનથી જાતે કરવું. (૧૭) નિસર્ગક્રિયા– પાપકાર્યોમાં સંમતિ આપવી, સ્વીકાર કરવો. (૧૮) વિદારણક્રિયા— અન્યના, ગુપ્ત પાપકાર્યની લોકમાં જાહેરાત કરવી. (૧૯) આનયનીક્રિયા– સ્વયં પાલન ન કરી શકવાથી શાસ્ત્રાજ્ઞાથી અન્યથા પ્રરૂપણા કરવી.
૨૪૩
(૨૦) અનવકાંક્ષાક્રિયા– પ્રમાદથી જિનોક્ત વિધિનો અનાદર કરવો. (૨૧) આરંભક્રિયા– પૃથ્વીકાય આદિ જીવોની હિંસા થાય તેવી ક્રિયા. (૨૨) પારિગ્રહિકી ક્રિયા– લોભથી ખૂબ ધન મેળવવું, તેનું રક્ષણ કરવું વગેરે.
(૨૩) માયાક્રિયા–વિનયરત્ન આદિની જેમ માયાથી મોક્ષમાર્ગની આરાધના કરવી.
(૨૪)મિથ્યાદર્શનક્રિયા ઐહલૌકિક આદિ દુન્યવી ફળની ઇચ્છાથી મિથ્યાદષ્ટિની સાધના કરવી.
(૨૫) અપ્રત્યાખ્યાનક્રિયા– પાપકાર્યોના પ્રત્યાખ્યાનથી (નિયમથી) રહિત જીવની ક્રિયા.
પ્રશ્ન'– જ્યાં ઇન્દ્રિયો, કષાયો અને અવ્રતો છે ત્યાં ક્રિયા અવશ્ય રહેવાની. આથી કેવળ ક્રિયાના નિર્દેશથી આસવનું વિધાન થઇ શકે છે. તો ઇન્દ્રિય આદિનો નિર્દેશ કરવાની શી જરૂર છે ?
ઉત્તર– વાત સાચી છે. કેવળ ૨૫ ક્રિયાઓના ગ્રહણથી આસવનું (આસ્રવહેતુનું) વિધાન થઇ શકે છે. પણ ૨૫ ક્રિયાઓમાં ઇન્દ્રિય, કષાય, અવ્રત કારણ છે એમ જણાવવા ઇન્દ્રિય આદિનું ગ્રહણ કર્યું છે. દા.ત. ૧. આ પ્રશ્નોત્તરી શ્લોકવાર્તિક વગેરેના આધારે છે.
=