________________
૨૪૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૬ સૂ) ૬ પાંચ ઇન્દ્રિયોનું સ્વરૂપ બીજા અધ્યાયના વીસમા સૂત્રમાં આવી ગયું છે. ઇન્દ્રિયો રાગાદિયુક્ત પ્રવૃત્તિ દ્વારા સાંપરામિક આસ્રવ છે. રાગાદિ વિના ઇન્દ્રિયો સાંપરાયિક આસવ બનતી નથી. કિન્તુ ઈર્યાપથ આસવ બને છે. કષાયનું સ્વરૂપ આઠમા અધ્યાયના ૧૦મા સૂત્રમાં બતાવવામાં આવશે. પાંચ અવ્રતોનું વર્ણન સાતમા અધ્યાયના ૮-૯-૧૦-૧૧-૧૨ એ પાંચ સૂત્રોમાં કરવામાં આવશે. ૨૫ ક્રિયાઓનું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) સમ્યકત્વક્રિયા સમ્યકત્વયુક્ત જીવની દેવ-ગુરુ સંબંધી નમસ્કાર,
પૂજા, સ્તુતિ, સત્કાર, સન્માન, દાન, વિનય, વૈયાવચ્ચ વગેરે ક્રિયા. આ ક્રિયા સમ્યકત્વની પુષ્ટિ તથા શુદ્ધિ કરે છે. આ ક્રિયાથી
સાતવેદનીય, દેવગતિ વગેરે પુણ્યકર્મનો આસવ થાય છે. (૨) મિથ્યાત્વક્રિયા– મિથ્યાદષ્ટિ જીવની સ્વમાન્ય દેવ-ગુરુ સંબંધી
નમસ્કાર, પૂજા, સ્તુતિ, સત્કાર, સન્માન, દાન, વિનય, વૈયાવચ્ચ
વગેરે ક્રિયા. આ ક્રિયાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે. (૩) પ્રયોગક્રિયા– અશુભ કર્મબંધ થાય તેવી મન-વચન-કાયાની ક્રિયા. (૪) સમાદાનક્રિયા- જેનાથી કર્મબંધ થાય તેવી સંયમની સાવદ્ય ક્રિયા. (૫) ઈર્યાપથક્રિયા – ચાલવાની ક્રિયા. (૬) કાલક્રિયા- આના અનુપરત અને દુષ્પયુક્ત એમ બે ભેદ છે.
મિથ્યાદષ્ટિની કાયિક ક્રિયા અનુપરત કાયક્રિયા છે. પ્રમત્તસંયમીની દુપ્રયુક્ત (=સમિતિ આદિથી રહિત) કાયિકક્રિયા દુષ્પયુક્ત કાય
ક્રિયા છે. (૭) અધિકરણક્રિયા– હિંસાના સાધનો બનાવવાં, સુધારવા વગેરે. (૮) પ્રાદોષિકીક્રિયા- ક્રોધાવેશથી થતી ક્રિયા. (૯) પારિતાપિકીક્રિયા– અન્યને કે સ્વને પરિતાપ સંતાપ થાય તેવી ક્રિયા. (૧૦) પ્રાણાતિપાતક્રિયા સ્વના કે પરના પ્રાણનો નાશ કરનારી ક્રિયા. ૧. શ્લોકવાર્તિકના આધારે આ વ્યાખ્યા છે. ૨. સકષાયની ચાલવાની ક્રિયા સાંપરાયિક કર્મનો આસવ બને છે અને કષાયરહિતની
ચાલવાની ક્રિયા ઈર્યાપથ કર્મનો આસવ બને છે. ૩. અધિકરણની વિશેષ સમજૂતી માટે આ અધ્યાયનું આઠમું વગેરે સૂત્ર જુઓ.