________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૬ ૦ ૪-૫
ઉત્તર– શુભયોગ વખતે જ્ઞાનાવરણીયાદિ અશુભકર્મોનો પણ આસ્રવ થતો હોવા છતાં તેમાં ૨સ અત્યંત અલ્પ હોવાથી તેનું ફળ નહિવત્ મળે છે. વસ્તુ હોવા છતાં જો અલ્પ હોય તો નથી એમ કહી શકાય. જેમ કે પાંચપચીશ રૂપિયા હોવા છતાં નિર્ધન કહેવાય છે, તેમ પ્રસ્તુતમાં શુભયોગ વખતે બંધાતા જ્ઞાનાવરણીય આદિ કર્મોમાં અલ્પ રસ હોવાથી સ્વકાર્ય કરવા સમર્થ બનતા નથી. આથી અહીં તેનો નિષેધ કરવો એ જરાય અયોગ્ય નથી. અથવા અહીં પુણ્ય અને પાપનો નિર્દેશ અધાતીકર્મોની અપેક્ષાએ છે. અથવા પૂર્વે કહ્યું તેમ ‘શુભયોગથી જ પુણ્યનો આસ્રવ થાય છે.’ એમ આ સૂત્રનો અર્થ કરવાથી શુભયોગ વખતે થતા જ્ઞાનાવરણીયાદિ ધાતીકર્મોના આસ્રવનો નિષેધ નહિ થાય. શુભયોગ વખતે ઘાતીકર્મોનો બંધ, પુણ્ય અને નિર્જરા એ ત્રણે થાય છે... પણ ઘાતીકર્મમાં ૨સ અતિ મંદ, પુણ્યમાં તીવ્ર રસ અને અધિક નિર્જરા થાય છે. (૩)
૨૪૦
અશુભયોગ પાપકર્મનો આસ્રવ છે એનો નિર્દેશઅશુમ: પાપસ્ય ॥ ૬-૪ ||
અશુભયોગ પાપનો આસ્રવ છે.
હિંસા, ચોરી, વ્યભિચાર, પરિગ્રહ વગેરેની પ્રવૃત્તિ અશુભ કાયયોગ છે. અસત્યવચન, કઠોર અને અહિતકરવચન, પૈશુન્ય, નિંદા વગેરે અશુભ વચનયોગ છે. હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, પરિગ્રહ વગેરેના વિચારો તથા રાગ, દ્વેષ, મોહ, ઇર્ષ્યા વગેરે અશુભ મનોયોગ છે. (૪) આસ્રવના બે ભેદ—
सकषायाऽकषाययोः साम्परायिकेर्यापथयोः ॥ ६-५ ॥ સકષાય(=કષાયસહિત) આત્માનો યોગ સામ્પરાયિક કર્મનો આસ્રવ બને છે અને અકષાય(=કષાયરહિત) આત્માનો યોગ ઇર્યાપથ(રસરહિત) કર્મનો આસ્રવ બને છે.
સંપરાય એટલે સંસાર. જેનાથી સંસારમાં પરિભ્રમણ થાય તે સાંપરાયિક કર્મ. કષાયના સહયોગથી થતો શુભ યા અશુભ આસ્રવ સંસારનો હેતુ બને છે. કારણ કે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને રસ એ ચાર પ્રકારના બંધમાં સ્થિતિ અને રસ મુખ્ય છે. કષાયથી શુભ યા અશુભ સ્થિતિ અને રસનો બંધ