________________
અ૦ ૬ સૂ૦ ૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૩૭
ઔદારિક, વૈક્રિય, આહા૨ક અને કાર્યણ એ ચારનો અર્થ બીજા અધ્યાયના ૩૭મા સૂત્રમાં કહેવાઇ ગયો છે. યદ્યપિ ત્યાં પાંચ શરીરનું વર્ણન છે, પણ અહીં તૈજસશરીર સદા કાર્યણની સાથે જ રહેતું હોવાથી કાર્મણકાયમાં તૈજસશરીરનો સમાવેશ કરવામાં આવેલ છે. આથી કાયયોગના ભેદ સાત જ થાય છે.
ઔદારિકમિશ્ર આદિ ત્રણ મિશ્રયોગોનો અર્થ આ પ્રમાણે છે– ઔદારિકમિશ્ર– પરભવમાં ઉત્પન્ન થતાંની સાથે જ જીવ ઔદારિક શરીરની રચના શરૂ કરી દે છે. જ્યાં સુધી તે શરીર પૂર્ણ રૂપે તૈયાર ન થાય ત્યાં સુધી કાયાની પ્રવૃત્તિ કેવળ ઔદારિકથી નથી થતી, કાર્યણ કાયયોગની પણ મદદ લેવી પડે છે. આથી જ્યાં સુધી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક અને કાર્યણ એ બેનો મિશ્ર યોગ હોય છે. તેમાં ઔદારિક શરીરની પ્રધાનતા હોવાથી આ મિશ્રયોગને ઔદારિકમિશ્રયોગ કહેવામાં આવે છે. ઔદારિક શરીરની પૂર્ણતા બાદ કેવળ ઔદારિક કાયયોગ હોય છે. એ જ પ્રમાણે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર વિષે પણ જાણવું. થોડો તફાવત છે. તે આ પ્રમાણે—વૈક્રિય કે આહારક શરીર રચનાની શરૂઆત થઈ ત્યારથી આરંભી જ્યાં સુધી વૈક્રિય કે આહારક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્ર કે આહારકમિશ્ર યોગ હોય છે. વૈક્રિયમિશ્ર યોગ દેવો ઉપરાંત લબ્ધિધારી મુનિ આદિને પણ હોય છે. તેમાં દેવોના વૈક્રિયમિશ્ર યોગમાં વૈક્રિય અને કાર્યણ એ બેનો મિશ્ર યોગ હોય છે. તથા લબ્ધિધારી મુનિ વગેરેને વૈક્રિય અને ઔદારિક એ બેનો મિશ્રયોગ હોય છે. બંનેમાં વૈક્રિયની પ્રધાનતા હોવાથી વૈક્રિયમિશ્ર યોગ કહેવામાં આવે છે. આહારકમિશ્રમાં આહારક અને ઔદારિક એ બેનો મિશ્ર યોગ હોય છે. આહારકની પ્રધાનતા હોવાથી આહારકમિશ્ર કહેવાય છે. ચાર વચનયોગ–(૧) સત્ય (૨) અસત્ય (૩) મિશ્ર (૪) અસત્યામૃષા. (૧) સત્ય– સત્ય વચન બોલવું તે. દા.ત. પાપનો ત્યાગ કરવો જોઇએ વગેરે. (૨) અસત્ય– અસત્ય વચન બોલવું તે. દા.ત. પાપ જેવું જગતમાં છે જ નહિ. (૩) મિશ્ર~ થોડું સત્ય અને થોડું અસત્ય વચન બોલવું તે. દા.ત. સ્ત્રીઓ અને પુરુષો બંને જતા હોય ત્યારે પુરુષો જાય છે એમ કહેવું (વગેરે). અહીં પુરુષો જાય છે તે અંશે સાચું છે. પણ તેમાં સ્ત્રીઓ પણ હોવાથી આ