________________
૨૩૬
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
[અ૦ ૬ સૂ૦ ૧
| છઠ્ઠો અધ્યાય |
(અહીં સુધી સાત તત્ત્વોમાંથી જીવ અને અજીવ એ બે તત્ત્વોનું વિવિધ રીતે વર્ણન કર્યું. હવે ત્રીજા આસવતત્ત્વનું નિરૂપણ શરૂ કરે છે. આસવનું મુખ્ય કારણ યોગ છે. આથી પ્રથમ યોગનું સ્વરૂપ જણાવે છે.)
યોગનું સ્વરૂપ
થ-વામિનઃર્વ યોગ: ૬-૨ કાયા, વચન અને મનની ક્રિયા એ યોગ છે.
યોગ શબ્દના અનેક અર્થ છે. અહીં યોગ શબ્દ આત્મવીર્યના અર્થમાં છે. અહીં યોગ એટલે વીઆંતરાય કર્મના ક્ષયોપશમાદિથી અને પુદ્ગલના આલંબનથી પ્રવર્તમાન આત્મવીર્ય-આત્મશક્તિ. સંસારી દરેક જીવને વીર્યંતરાય કર્મના ક્ષયોપશમાદિથી પ્રગટેલી આત્મશક્તિનો ઉપયોગ કરવા પુદ્ગલના આલંબનની જરૂર પડે છે. જેમ નદી આદિમાં રહેલા પાણીનો નહેર આદિથી ઉપયોગ થાય છે, તેમ દરેક સંસારી જીવમાં રહેલી શક્તિનો ઉપયોગ મન, વચન અને કાયાના આલંબનથી થાય છે. આત્મામાં રહેલી શક્તિ એક જ હોવા છતાં તેનો ઉપયોગ કરવાનાં મન, વચન અને કાયા એ ત્રણ સાધન હોવાથી તેના ત્રણ ભેદો છે. કાયાના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ કાયયોગ, વચનના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ વચનયોગ, મનના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ મનોયોગ.'
ત્રણ પ્રકારના યોગના કુલ ૧૫ ભેદો છે. તેમાં કાયયોગના ૭, વચનયોગના ૪ અને મનોયોગના ૪ ભેદો છે.
કાયયોગના ભેદો-(૧) ઔદારિક (૨) ઔદારિકમિશ્ર (૩) વૈક્રિય (૪) વૈક્રિયમિશ્ર (૫) આહારક (૬) આહારકમિશ્ર (૭) કામણ.
દારિક કાયયોગ એટલે ઔદારિકકાયા દ્વારા થતો શક્તિનો ઉપયોગ. આ પ્રમાણે ઔદારિકમિશ્ર આદિ વિષે પણ જાણવું. અર્થાત્ તે તે કાયા દ્વારા થતો શક્તિનો ઉપયોગ તે તે યોગ છે. કાયાના ઔદારિક આદિ સાત ભેદો છે એટલે કાયયોગના પણ સાત ભેદો છે.
૧. મન, વચન, કાયા પુદ્ગલ છે. જુઓ પાંચમા અધ્યાયનું ૧૯મું સૂત્ર.