________________
૨૩૫
અO ૫ સૂ૦૪૪] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર નાશ પામે છે. આમ ધમસ્તિકામાં વિવક્ષિત સમય પહેલા તે પદાર્થની અપેક્ષાએ અવિદ્યમાન ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ વિવક્ષિત સમયે ઉત્પન્ન થયો અને નાશ પામ્યો માટે તે ઉપગ્રાહક રૂપ પરિણામ આદિમાન થયો. પણ પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ તેમાં રહેલ છે. આ પ્રમાણે સર્વ અરૂપી દ્રવ્યો વિશે પણ બંને પ્રકારના પરિણામ ઘટી શકે છે.
આમ હોવા છતાં, અહીં તત્ત્વાર્થકાર પૂજ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે અરૂપીમાં અનાદિ અને રૂપીમાં આદિમાન પરિણામ હોય છે એમ કેમ કહ્યું? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રશ્ન અંગે વિચારતા લાગે છે કે–પૂજ્યશ્રી ઉમાસ્વાતિ મહારાજે આ પ્રતિપાદન બાળજીવોની સ્કૂલબુદ્ધિને લક્ષ્યમાં રાખીને કર્યું હશે. બાળજીવોની સ્કૂલબુદ્ધિમાં પણ આ વિષય ઠસી જાય એ હેતુથી વ્યાવહારિક પ્રસંગોને અનુસરીને આમ પ્રતિપાદન કર્યું હશે. અથવા રૂપી દ્રવ્યોમાં સાદિ પરિણામની પ્રધાનતા અને અરૂપીદ્રવ્યોમાં અનાદિ પરિણામની પ્રધાનતા લક્ષ્યમાં રાખીને ઉપર્યુક્ત ઉલ્લેખ કર્યો હશે એમ સંભવે છે. અથવા અનાદિ-આદિનો કોઈ જુદો જ અર્થ હોય એ પણ સંભવિત છે. આ વિષયમાં તત્ત્વ(=સત્ય હકીકત) શું છે તે તો સર્વજ્ઞ ભગવંતો ઉપર કે બહુશ્રુતો ઉપર છોડવું એ જ હિતાવહ છે. (૪૩).
જીવોમાં આદિમાન પરિણામયોનોપયો ગાવું -૪૪ . જીવોમાં યોગ અને ઉપયોગ એ બે પરિણામો આદિમાન છે.
પુદ્ગલના સંબંધથી આત્મામાં ઉત્પન્ન થતો વીર્યનો પરિણામવિશેષ યોગ છે. જ્ઞાન અને દર્શન ઉપયોગ છે. આ બંને પરિણામો આદિમાન છે. કારણ કે એ પરિણામો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. પૂર્વની જેમ અહીં પણ પ્રવાહ અને વ્યક્તિની અપેક્ષાએ અનુક્રમે અનાદિ અને આદિ વિશે વિચારણા કરી લેવી. (૪૪)