________________
૨૩૩
અ૦ ૫ સૂ૦ ૪૧-૪૨] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર પરિણામનું લક્ષણ
માવઃ પરિણામઃ || ૧-૪૨ || તેનો(=દ્રવ્યોનો અને ગુણોનો) ભાવ એ પરિણામ છે.
દ્રવ્યો અને ગુણો જે સ્વરૂપે બને તે સ્વરૂપ દ્રવ્યોનો અને ગુણોનો પરિણામ છે. અર્થાત્ સ્વજાતિનો (=દ્રવ્યત્વનો કે ગુણત્વનો) ત્યાગ કર્યા વિના દ્રવ્યનો કે ગુણનો જે વિકાર તે પરિણામ.
બૌદ્ધદર્શન ક્ષણિકવાદી હોવાથી દરેક વસ્તુને ક્ષણવિનાશી માને છે. આથી તેના મતે ઉત્પન્ન થઈને વસ્તુનો સર્વથા( નિરન્વય) નાશ એ જ પરિણામ છે. દ્રવ્ય અને ગુણને સર્વથા ભિન્ન માનનાર ન્યાયદર્શન આદિ ભેદવાદી દર્શનોના મતે અવિકૃત દ્રવ્યમાં ગુણોની ઉત્પત્તિ કે નાશ તે પરિણામ છે. પણ જૈનદર્શન ભેદભેદવાદી હોવાથી પરિણામનો અર્થ ઉક્ત બંને પ્રકારના અર્થોથી જુદો જ બતાવે છે. જૈનદષ્ટિએ પરિણામ એટલે સ્વજાતિના (=સ્વરૂપના) ત્યાગ વિના વસ્તુમાં (દ્રવ્યમાં કે ગુણમાં) થતો વિકાર. દ્રવ્ય કે ગુણ પ્રતિસમય વિકારને(=અવસ્થાંતરને) પામે છે. છતાં તેના મૂળ સ્વરૂપમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. મનુષ્ય, દેવ, પશુ આદિ ભિન્ન ભિન્ન અવસ્થાને(=વિકારને) પામવા છતાં જીવમાં જીવત્વ કાયમ રહે છે. જીવત્વમાં કોઈ જાતનો વિકાર થતો નથી. આથી મનુષ્યત્વ, દેવત્વ વગેરે જીવના પરિણામો છે. એ પ્રમાણે આત્માના ચૈતન્યગુણના ઘટજ્ઞાન, પટજ્ઞાન, ઘટદર્શન, પટદર્શન વગેરે વિકારો થવા છતાં મૂળ ચૈતન્યગુણમાં કોઈ જાતની વિકૃતિ થતી નથી. આથી ઘટજ્ઞાન, ઘટદર્શન વગેરે આત્માના ચૈતન્યગુણના પરિણામો છે. ચૈતન્યની જ્ઞાનોપયોગ આદિ વિકૃતિ થવા છતાં તે દરેકમાં ચૈતન્ય કાયમ રહે છે.
પુદ્ગલના યણુક, ચણુક, ચતુરણુક આદિ અનંત પરિણામો છે. તે દરેકમાં પુદ્ગલત્વ (પુદ્ગલ જાતિ) કાયમ રહે છે. રૂપ આદિ ગુણના શ્વેત, નીલ આદિ અનેક પરિણામો છે. તે દરેકમાં રૂપ(=રૂપજાતિ) આદિ કાયમ રહે છે. આ પ્રમાણે ધમસ્તિકાય આદિ દ્રવ્યો વિષે પણ સમજવું. (૪૧)
પરિણામના બે ભેદઅનાવિરહિમાંશ | પર