________________
૨૩૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૫ સૂ૦ ૪૦
અવસ્થાને જ તાત્ત્વિક માને છે. એટલે ઋજુસૂત્રનયની અપેક્ષાએ વર્તમાન સમય વિદ્યમાન હોવાથી નૈૠયિક=મુખ્ય (તાત્ત્વિક) કાળ છે. જ્યારે ભૂતકાળ નષ્ટ હોવાથી અને ભવિષ્યકાળ હજુ ઉત્પન્ન થયો ન હોવાથી વ્યાવહારિક=ગૌણ (અતાત્ત્વિક) કાળ છે.
ન
સૂક્ષ્મદષ્ટિથી વિચારણા કરવામાં આવે તો કાળ એ દ્રવ્ય નથી, કિન્તુ દ્રવ્યના વર્તનાદિ પર્યાય સ્વરૂપ છે. જીવાદિ દ્રવ્યોમાં થતા વર્તનાદિ પર્યાયોમાં કાળ ઉપકારક હોવાથી એને પર્યાય અને પર્યાયીના અભેદની વિવક્ષાથી ઔપચારિક(=ઉપચારથી) દ્રવ્ય કહેવામાં આવે છે.
પ્રશ્ન— પર્યાય અને પર્યાયીના(દ્રવ્યના) અભેદની વિવક્ષાથી જો કાળને દ્રવ્ય કહેવામાં આવે તો વર્તનાદિ પર્યાયો જેમ અજીવના છે, તેમ જીવના પણ છે, એટલે કાળને જીવ અને અજીવ ઉભય સ્વરૂપ કહેવો જોઇએ, જ્યારે શાસ્ત્રોમાં કાળને અજીવ સ્વરૂપ કહેવામાં આવ્યો છે. તેનું શું કારણ ?
ઉત્તર– યદ્યપિ આ નૈૠયિક કાળ જીવ અને અજીવ ઉભય સ્વરૂપ છે. પણ જીવદ્રવ્યથી અજીવદ્રવ્યની સંખ્યા અનંતગણી હોવાથી અજીવદ્રવ્યની બહુલતાને આશ્રયીને કાળને સામાન્યથી અજીવ તરીકે ઓળખાવવામાં આવે છે. (૩૯)
ગુણનું લક્ષણ—
द्रव्याश्रया निर्गुणा गुणाः ॥ ५-४० ॥
જે દ્રવ્યમાં સદા રહે અને (સ્વયં) ગુણોથી રહિત હોય તે ગુણ.
યદ્યપિ પર્યાયો પણ દ્રવ્યમાં રહે છે, અને ગુણથી રહિત હોય છે, છતાં
તે દ્રવ્યમાં સદા રહેતા નથી. જ્યારે ગુણો સદા રહે છે. અસ્તિત્વ, જ્ઞાન, દર્શન વગેરે જીવના ગુણો છે. અસ્તિત્વ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પુદ્ગલના ગુણો છે. ઘટજ્ઞાન વગેરે જીવના પર્યાયો છે. શુક્લ રૂપ વગેરે પુદ્ગલના પર્યાયો છે. પ્રમાણનયતત્ત્વાવલોક ગ્રંથમાં ગુણોનું અને પર્યાયોનું લક્ષણ નીચે મુજબ છે. સમાવિનો મુળાઃ=દ્રવ્યના સહભાવી(=સદા દ્રવ્યની સાથે રહેનારા) ધર્મોને ગુણ કહેવામાં આવે છે. મવિનો પથાર્યા:દ્રવ્યના ક્રમભાવી (=ક્રમશઃ ઉત્પન્ન થનારા અને નાશ પામનારા) ધર્મોને પર્યાયો કહેવામાં આવે છે. (૪૦)