________________
અ૦ ૫ સૂ૦ ૩૯] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૨૩૧ સશક્ત યુવાન પોતાના સંપૂર્ણ બળનો ઉપયોગ કરીને ભાલાની તીવ્ર અણી વડે કમળના સો પત્રોને એકી સાથે ભેદે તેમાં દરેક પત્રના ભેદમાં અસંખ્યાતા અસંખ્યાતા સમય પસાર થઈ જાય છે. સશક્ત યુવાન જીર્ણ-શીર્ણ વસ્ત્રને એકી સાથે ફાડે તેમાં દરેક તાંતણાને તૂટતાં અસંખ્યાતા સમય પસાર થઈ જાય છે. આ દષ્ટાંતોથી સમય કેટલો સૂક્ષ્મ છે તેનો ખ્યાલ આવે છે. સમય પછીના કાળના ભેદો નીચે પ્રમાણે છે
અસંખ્ય સમયો એક આવલિકા. ૨૫૬ આવલિકા=૧ ફુલ્લકભવ". સાધિક ૧ણા કુલ્લકભવ=૧ શ્વાસોચ્છુવાસ(પ્રાણ). ૭ શ્વાસોચ્છવાસ (પ્રાણ)=૧ સ્ટોક. ૭ સ્તોક=૧ લવ. ૩૮ લવ-૧ ઘડી. ર ઘડી ૧ મુહૂર્ત. ૩૦ મુહૂ=૧ દિવસ(અહોરાત્ર). ૧૫ દિવસ(અહોરાત્ર)=૧ પક્ષ. ૨ પક્ષ=૧ માસ. ૬ માસ=૧ અયન (ઉત્તરાયણ કે દક્ષિણાયન). ૨ અયન (૧૨ માસ)=૧ વર્ષ. ૮૪ લાખ વર્ષ=૧ પૂર્વાગ. પૂર્વાગ પૂર્વાગ=૧ પૂર્વ (અથવા ૭૦૫૬૦ અબજ વર્ષ-૧ પૂવી. અસંખ્ય વર્ષ-૧ પલ્યોપમ. ૧૦ કોડાકોડિ પલ્યોપમ=1 સાગરોપમ. ૧૦ કોડાકોડી સાગરોપમ=1 ઉત્સર્પિણી કે ૧ અવસર્પિણી. ૧ ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણી(૨૦ કોડાકોડી સાગરોપમ)= ૧ કાળચક્ર. અનંત કાળચક્ર એક પુદ્ગલપરાવર્ત.
કાળના નૈૠયિક અને વ્યાવહારિક એમ બે ભેદો છે. પૂર્વે આ અધ્યાયના ૨૨મા સૂત્રમાં કાળના ઉપકાર રૂપે બતાવેલા વર્તના આદિ પર્યાયો નૈઋયિક કાળ છે. અહીં જણાવેલ સમયથી આરંભી પુદ્ગલપરાવર્ત સુધીનો બધો કાળ વ્યાવહારિક કાળ છે. નૈૠયિક કાળ લોક અને અલોક બંનેમાં છે. કારણ કે વર્તનાદિ પર્યાયો જેમ લોકમાં છે, તેમ અલોકમાં પણ છે. વ્યાવહારિક કાળ માત્ર લોકમાં જ છે. લોકમાં પણ માત્ર અઢીદ્વીપમાં જ છે. કારણ કે વ્યાવહારિક કાળ જયોતિષ્યના પરિભ્રમણથી ઉત્પન્ન થાય છે. જયોતિષ્યક્રનું પરિભ્રમણ માત્ર અઢીદ્વીપમાં જ થાય છે.
અથવા ઋજુસૂત્રનયની અપેક્ષાએ વર્તમાન સમયરૂપ કાળ નૈૠયિક કાળ છે. અને ભૂત-ભવિષ્ય વ્યાવહારિક કાળ છે. કારણ કે ઋજુસૂત્ર વર્તમાન
૧. જેનાથી અન્ય નાનો ભવ ન હોય તે નાનામાં નાનો ભવ સુલકભવ. આ ભવ નિગોદના
જીવોને અને મતાંતરે સઘળા લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને હોય છે.