________________
૨૦૫ સૂ૦ ૩૭]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૨૯
દરેક દ્રવ્યમાં પ્રત્યેક સમયે અનંતા પર્યાયો રહેલા છે. એક સમયે અનંતા પર્યાયોની ઉપલબ્ધિ ભિન્ન ભિન્ન ગુણોની અપેક્ષાએ થાય છે, નહિ કે કોઇ એક ગુણની અપેક્ષાએ. કોઇ એક ગુણની અપેક્ષાએ એક સમયે એક જ પર્યાય હોય. આત્મામાં ચૈતન્ય, વેદના(=સુખ-દુઃખનો અનુભવ), ચારિત્ર વગેરે ગુણોની અપેક્ષાએ એક જ સમયમાં અનંતા પર્યાયો છે. પણ જો ચૈતન્ય આદિ કોઇ એક ગુણની અપેક્ષાએ વિચારવામાં આવે તો એક સમયે જ્ઞાનોપયોગ કે દર્શનોપયોગ એ બેમાંથી કોઇ એક પર્યાય હોય છે. એ પ્રમાણે કોઇ એક પુદ્ગલ દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે ભિન્ન ભિન્ન ગુણોની અપેક્ષાએ એક સમયે અનંતા પર્યાયો રહેલા છે, પણ રૂપ આદિ કોઇ એક ગુણની અપેક્ષા એ શ્વેત, કૃષ્ણ, નીલ, પીત આદિ પર્યાયોમાંથી (વ્યવહાર નયથી) કોઇ એક જ પર્યાય હોય છે. હા, ત્રિકાળની(=ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળની) અપેક્ષાએ વિચારવામાં આવે તો એક જ ગુણની અપેક્ષાએ પણ અનંતા પર્યાયો થાય છે. જેમ કે આત્માના ચૈતન્ય ગુણની અપેક્ષાએ આત્મામાં એક સમયે જ્ઞાનોપયોગ, બીજા સમયે દર્શનોપયોગ, ત્રીજા સમયે પુનઃ જ્ઞાનોપયોગ, ચોથા સમયે પુનઃ દર્શનોપયોગ એમ ઉપયોગનો પ્રવાહ ચાલતો હોવાથી ત્રિકાળની અપેક્ષાએ ચૈતન્ય ગુણના અનંતા પર્યાયો થાય છે. એ પ્રમાણે પુદ્ગલ દ્રવ્યમાં રૂપગુણની અપેક્ષાએ ત્રિકાળમાં શ્વેત, કૃષ્ણ, નીલ આદિ અનંતા પર્યાયો થાય છે.
એક જ સમયે એક દ્રવ્યમાં પર્યાયોની અનંતતા અનંત ગુણોને આભારી છે. પ્રત્યેક દ્રવ્યમાં સદા અનંતા ગુણો રહેલા છે. આથી પ્રત્યેક દ્રવ્યમાં પ્રત્યેક સમયે પર્યાયો પણ અનંતા હોય છે. પ્રત્યેક દ્રવ્યમાં સદા અનંતા ગુણો હોવા છતાં સામાન્ય બુદ્ધિવાળા જીવોને કલ્પનામાં આવી શકતા નથી. વિશિષ્ટ જ્ઞાની જ અનંત ગુણોને જાણી શકે છે. છદ્મસ્થ જીવોની કલ્પનામાં તો આત્માના ચેતના, સુખ, ચારિત્ર, વીર્ય આદિ તથા પુદ્ગલના રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ પરિમિત ગુણો જ આવી શકે છે. બાકીના સઘળા ગુણો વિશિષ્ટ શાનિગમ્ય છે.
દ્રવ્યમાં રહેલા ગુણો બે પ્રકારના છે–(૧) સાધારણ અને (૨) અસાધારણ. જે ગુણો અમુક જ દ્રવ્યમાં હોય, અન્યમાં ન હોય, તે ગુણો જે