________________
૨૨૮
શ્રીતવાથિિધગમસૂત્ર (અ) ૫ સૂ૦ ૩૭ ગુણ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પુગલદ્રવ્યના ગુણો છે. કારણ કે નિરંતર યુગલની સાથે જ રહે છે.
આથી એ નિષ્કર્ષ આવ્યો કે જે ધર્મ જે દ્રવ્યના સહભાવી (=સતત સાથે રહેતા હોય) તે ધર્મો તે દ્રવ્યના ગુણો છે.
હવે બીજા પ્રકારના ધર્મોનો વિચાર કરીએ. કેટલાક ધર્મો દ્રવ્યમાં સદા રહેતા નથી, કિન્તુ ક્યારેક હોય, અને ક્યારેક ન પણ હોય. અર્થાત્ કેટલાક ધર્મો ક્રમભાવી (=ઉત્પન્ન થનારા અને નાશ પામનારા) હોય છે. ક્રમભાવી (=ઉત્પાદ-વિનાશશીલ) આ ધર્મોને પર્યાય કહેવામાં આવે છે. જેમ કેઆત્માના જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ આદિ ધર્મો. આત્મામાં જ્યારે જ્ઞાનોપયોગ હોય છે ત્યારે દર્શનોપયોગ હોતો નથી, અને દર્શનોપયોગ હોય છે ત્યારે જ્ઞાનોપયોગ હોતો નથી. આમ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એ બે ધર્મો ક્રમભાવી નાશ પામનારા અને ઉત્પન્ન થનારા હોવાથી આત્માના પર્યાયો છે. આ પ્રમાણે કૃષ્ણ, શ્વેત આદિ વર્ણ, તિક્ત આદિ રસ, સુરભિ આદિ ગંધ, કઠિન આદિ સ્પર્શ વગેરે પુગલના પર્યાયો છે. કારણ કે કાલાંતરે એ ધર્મો નાશ પામે છે અને ઉત્પન્ન થાય છે. અહીં એ ખ્યાલ રાખવાનો છે કે સામાન્યથી વર્ણ એ ગુણ છે. જ્યારે કૃષ્ણવર્ણ, શ્વેતવર્ણ એ પર્યાયો છે. એમ રસ આદિ વિશે પણ જાણવું.
દરેક દ્રવ્યમાં અનંતા ગુણો અને અનંતા પર્યાયો રહેલા છે. દ્રવ્યો અને ગુણો ક્યારેય ઉત્પન્ન થતા ન હોવાથી નિત્ય છે, અર્થાત્ અનાદિ-અનંત છે. પર્યાયો પ્રતિસમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આથી અનિત્ય છે, અર્થાત્ સાદિ-સાત છે. પર્યાયોની અનિત્યતા વ્યક્તિની અપેક્ષાએ છે. પ્રવાહની અપેક્ષાએ તો પર્યાયો પણ નિત્ય છે. દરેક દ્રવ્યમાં પ્રતિસમય અમુક પર્યાયો નાશ પામે છે અને અમુક પર્યાયો ઉત્પન્ન થાય છે, એથી પર્યાયોનો પ્રવાહ સદા ચાલ્યા કરે છે. પર્યાયોના પ્રવાહનો પ્રારંભ કે અંત ન હોવાથી પ્રવાહની અપેક્ષાએ પર્યાયો અનાદિ-અનંત છે. આથી જ દ્રવ્યો જેમ ક્યારે પણ ગુણોથી રહિત હોતા નથી, તેમ ક્યારે પણ પર્યાયોથી પણ રહિત હોતા નથી. દ્રવ્યોમાં ગુણો વ્યક્તિની અપેક્ષાએ સદા રહે છે, જ્યારે પર્યાયો પ્રવાહની અપેક્ષાએ સદા રહે છે; પણ બંને રહે છે તો સદા.