________________
૨૦ ૫ સૂ૦ ૩૪]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૨૩
આ સૂત્રમાં જઘન્યગુણ(=એકગુણ) પુદ્ગલમાં પરસ્પર બંધનો નિષેધ કરવામાં આવ્યો છે. એટલે કે જધન્યગુણ સ્નિગ્ધ પુદ્ગલનો જધન્યગુણ રૂક્ષ કે જધન્યગુણ સ્નિગ્ધ પુદ્ગલની સાથે બંધ ન થાય. તે જ પ્રમાણે જધન્યગુણ રૂક્ષ પુદ્ગલનો જઘન્યગુણસ્નિગ્ધ કે જધન્યગુણ રૂક્ષ પુદ્ગલની સાથે બંધ ન થાય. (૩૩) બંધના વિષયમાં બીજો અપવાદ– મુળસામ્યે સદશાનામ્ ॥ ૧-૩૪ ॥
ગુણસામ્ય હોય (=ગુણની સમાનતા હોય) તો સદેશ પુદ્ગલોનો બંધ થતો નથી.
અહીં સદેશતા સ્નિગ્ધ કે રૂક્ષ ગુણની અપેક્ષાએ સમજવી. એટલે કે સ્નિગ્ધગુણવાળો પુદ્ગલ અન્ય સ્નિગ્ધગુણવાળા પુદ્ગલોની અપેક્ષાએ સદેશ છે. એમ રૂક્ષગુણવાળો પુદ્ગલ અન્ય રૂક્ષગુણવાળા પુદ્ગલની અપેક્ષાએ સન્દેશ છે. સ્નિગ્ધગુણવાળો પુદ્ગલ રૂક્ષગુણવાળા પુદ્ગલની અપેક્ષાએ અસદેશ છે. રૂક્ષગુણવાળો પુદ્ગલ સ્નિગ્ધગુણવાળા પુદ્ગલની અપેક્ષાએ અસદેશ છે.
ગુણસામ્ય એટલે ગુણની તરતમતાનો અભાવ. જેમ ૧૦ હજારની મૂડીવાળી બધી વ્યક્તિઓમાં મૂડીની સંખ્યાની દૃષ્ટિએ સમાનતા છે. લાખની મૂડીવાળી બધી વ્યક્તિઓમાં મૂડીની સંખ્યાની ષ્ટિએ સમાનતા છે. તેમ સરખા ગુણવાળા બધા પુદ્ગલોમાં ગુણની ષ્ટિએ સમાનતા છે. જેટલા પુદ્ગલોમાં એકગુણ(સ્નિગ્ધ કે રૂક્ષ)સ્પર્શ હોય તે બધા પુદ્ગલોમાં ગુણસામ્ય છે. સ્પર્શના ગુણની(=ભાગની) દૃષ્ટિએ એ બધા સમાન છે. જે પુદ્ગલોમાં દ્વિગુણ સ્પર્શ હોય તે બધા પરસ્પર સમાન છે.
પણ એકગુણ પુદ્ગલ અને દ્વિગુણ પુદ્ગલમાં પરસ્પર ગુણસામ્યનો અભાવ છે. પછી ભલે તે બંનેમાં સ્નિગ્ધ સ્પર્શ હોય. તે બંનેમાં (એકગુણ અને દ્વિગુણ પુદ્ગલમાં) સ્નિગ્ધ સ્પર્શ હોય તો તે સદેશ કહેવાય, પણ સમાન ન કહેવાય. તેમ એકગુણ રૂક્ષ અને એકગુણ સ્નિગ્ધ પુદ્ગલ પરસ્પર સદેશ ન કહેવાય, પણ સમાન કહેવાય.
આ સૂત્રમાં પુદ્ગલો સદેશ હોય, અને ગુણસમાન પણ હોય, એટલે કે તેમનામાં ગુણસામ્ય પણ હોય, તો તેમનો પરસ્પર બંધ થતો નથી, એ જણાવવામાં આવ્યું છે. કોણ કોણ સદેશ છે, કોણ કોણ ગુણસમાન છે, કોનો કોનો પરસ્પર બંધ ન થાય તે નીચેના કોષ્ટકથી બરોબર સમજાશે.