________________
૨ ૨ ૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અO ૫ સૂ૦ ૩૩ કોઈ પુદ્ગલોમાં રૂક્ષ સ્પર્શ તો કોઈ પુદ્ગલોમાં સ્નિગ્ધ સ્પર્શ હોય છે. હવે જે જે પુદ્ગલોમાં જે જે સ્નિગ્ધ કે રૂક્ષ ગુણ હોય તે તે સઘળા પુદ્ગલો તે તે ગુણથી સમાન જ હોય એવો નિયમ નથી, ન્યૂનાધિક પણ હોય છે. જેમ કે–પાણી, બકરીનું દૂધ, ભેંસનું દૂધ-આ દરેકમાં સ્નિગ્ધ ગુણ હોવા છતાં દરેકમાં સમાન નથી. પાણીથી બકરીના દૂધમાં સ્નિગ્ધતા વધારે હોય છે. તેનાથી ભેંસના દૂધમાં સ્નિગ્ધતા વધારે હોય છે. તેમ ધૂળ, ધાન્યનાં ફોતરાં અને રેતી એ ત્રણેમાં રૂક્ષતા ઉત્તરોત્તર વધારે છે. એ જ પ્રમાણે સર્વ પુદ્ગલોમાં સ્નિગ્ધતા અને રૂક્ષતા ગુણ વધારે ઓછો પણ હોય છે.
અહીં પુદ્ગલોમાં સ્નિગ્ધ અને રૂક્ષ ગુણ સમાન પણ હોય છે અને વધારે ઓછો પણ હોય છે એ વિચારણા કરી. પણ હજી મૂળ સૂત્રનો અર્થ સમજવાનો તો બાકી જ છે. મૂળ સૂત્રના અર્થને સમજવા નીચેની હકીકત સમજવી જરૂરી છે.
આપણે ગુણનો (સ્નિગ્ધ કે રૂક્ષનો) જે ભાગમાંથી કેવળીની દષ્ટિએ પણ બે વિભાગ ન થઈ શકે તેવો સૌથી નાનો ભાગ કલ્પીએ. ગુણનો આવો ભાગ જે પુદ્ગલમાં હોય તે એકગુણ' પુદ્ગલ કહેવાય. આવા બે ભાગ જેમાં હોય તે દ્વિગુણ પુદ્ગલ કહેવાય. આવા ત્રણ ભાગ જેમાં હોય તે ત્રિગુણ પુદ્ગલ કહેવાય. એમ આગળ વધતાં ચતુર્ગુણ, પંચગુણ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ. થાવત્ અનંતગુણ પુદ્ગલ હોય છે. આમાં સૌથી ઓછો ગુણ એકગુણ પુદ્ગલમાં હોય છે. દ્વિગુણ પુગલમાં તેનાથી વધારે હોય છે. ત્રિગુણ પુદ્ગલમાં તેનાથી વધારે હોય છે. ચતુર્ગુણ પુદ્ગલમાં તેનાથી વધારે હોય છે. એમ વધતાં વધતાં અનંતગુણ પુદ્ગલમાં સૌથી વધારે ગુણ હોય છે.
આમ પુદ્ગલોમાં ગુણની તરતમતાની દષ્ટિએ અનેક ભેદો પડે છે. એ સઘળા ભેદોનો ત્રણ ભેદોમાં સમાવેશ કરી શકાય. તે આ પ્રમાણે-(૧) જઘન્યગુણ (૨) મધ્યમગુણ (૩) ઉત્કૃષ્ણગુણ. સૌથી ઓછો ગુણ જે પુદ્ગલમાં હોય તે જધન્યગુણ કહેવાય. જે પુગલમાં સૌથી વધારે ગુણ હોય તે ઉત્કૃષ્ટગુણ કહેવાય. તે સિવાયના બધા પુદ્ગલો મધ્યમગુણ કહેવાય.
જઘન્યગુણ પુગલમાં અને એકગુણ પુદ્ગલમાં સૌથી વધારે ન્યૂન ગુણ હોય છે અને તે બંનેમાં સમાન હોય છે. આથી જઘન્યગુણ અને એકગુણ એ બંનેનો એક જ અર્થ છે. ૧. અહીં ગુણ શબ્દ ભાગ અર્થમાં છે.