________________
૨૦ ૫ સૂ૦ ૩૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૧૯
બોધ થતાંની સાથે જ મનમાં પ્રશ્ન થાય છે કે આત્મા અપેક્ષાએ નિત્ય છે તો અપેક્ષાએ અનિત્ય પણ હોવો જોઇએ. આ પ્રશ્નના સમાધાન માટે બીજું વાક્ય કહેવું પડે છે કે—‘આત્મા અપેક્ષાએ અનિત્ય છે.' હજી આ બંને વાક્યો અધૂરાં છે. કારણ કે જે અપેક્ષાએ આત્મા નિત્ય છે એ અપેક્ષાએ નિત્ય જ છે, નહિ કે અનિત્ય પણ. એમ જે અપેક્ષાએ આત્મા અનિત્ય છે, એ અપેક્ષાએ તો અનિત્ય જ છે, નહિ કે નિત્ય પણ. આથી બંને વાક્યોમાં ‘જ' કાર જોડવાની જરૂર છે. એટલે (૧) ‘આત્મા અપેક્ષાએ નિત્ય જ છે.' (૨) આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે.' એમ બે વાક્યો થયાં. અહીં પ્રથમ વાક્યનો અર્થ એ થયો કે આત્મા અપેક્ષાએ નિત્ય છે અને જે અપેક્ષાએ નિત્ય છે તે અપેક્ષાએ નિત્ય જ છે. બીજા વાક્યનો અર્થ એ થયો કે આત્મા અપેક્ષાએ અનિત્ય છે, અને જે અપેક્ષાએ અનિત્ય છે તે અપેક્ષાએ અનિત્ય જ છે.
(શાસ્રમાં જ્યાં વસ્તુના નિરૂપણમાં અપેક્ષાનો કે જકારનો પ્રયોગ ન થયો હોય ત્યાં પણ અધ્યાહારથી એનો પ્રયોગ સમજી લેવો.)
ઉક્ત બંને વાક્યોના સરવાળા રૂપ ત્રીજું વાક્ય (૩) ‘આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે.' એ પ્રમાણે છે. આ વાક્યથી ક્રમશઃ આત્માની નિત્યતાનું અને અનિત્યતાનું પ્રતિપાદન થાય છે. પૂર્વનાં બે વાક્યોથી થયેલ સમજણ આ ત્રીજા વાક્યથી દૃઢ બને છે.
હવે કોઇ કહે કે આત્મા અપેક્ષાએ નિત્ય છે અપેક્ષાએ અનિત્ય છે એમ આત્માના નિત્યત્વ અને અનિત્યત્વ એ બે ધર્મોનું ક્રમશઃ પ્રતિપાદન કર્યું; પણ યુગપત્=ક્રમ વિના (એકીસાથે) આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે એમ સમજાવો, તો કહેવું પડે કે ક્રમ વિના (એકીસાથે) આત્મા નિત્ય પણ છે અનિત્ય પણ છે એમ નહિ સમજાવી શકાય. કારણ કે જગતમાં એવો એક પણ શબ્દ નથી કે જેનાથી નિત્યતા અને અનિત્યતા એ બંને ધર્મોનો યુગપત્ બોધ થાય. આથી ક્રમશઃ નિત્ય અને અનિત્ય એ બે શબ્દો વાપરવા જ પડે છે. એટલે આત્મા નિત્ય રૂપે અને અનિત્યરૂપે એકી સાથે કહી શકાય તેમ નથી. આનો અર્થ એ છે કે અપેક્ષાએ (નિત્ય અને અનિત્ય એ ઉભય સ્વરૂપે એકીસાથે ઓળખાવવાની અપેક્ષાએ) આત્મા અવક્તવ્ય જ છે. આમ ચોથું