________________
૨૧૮
શ્રીતÇાથધિગમસૂત્ર અિપ સૂ૦૩૧ જીવ છે, આ ય જીવ છે, તે ય જીવ છે, એમ દરેક જીવમાં જીવરૂપે એકતાની (=ઐક્યતાની) બુદ્ધિ થાય છે. સઘળા જીવો જીવરૂપે એક ભાસે છે. જીવોમાં મનુષ્યપણુ, ગાયપણું, દેવપણું વગેરે વિશેષ સ્વરૂપ છે. આથી જયારે આપણે આ મનુષ્ય છે, આ ગાય છે, આ દેવ છે એમ વિશેષ રૂપે જોઈએ છીએ ત્યારે મનુષ્ય, ગાય, દેવ વગેરે રૂપે ભિન્ન ભિન્ન ભાસે છે.
વાંચકો ! અહીં જરા સાવધાન રહેજો. સ્યાદ્વાદના સિદ્ધાંતમાં એક જ વસ્તુ નિત્ય પણ છે, અને અનિત્ય પણ છે, એટલે વસ્તુનું કોઈ ચોક્કસ સ્વરૂપ ન હોવાથી સ્યાદ્વાદ એ સંશયવાદ છે એમ રખે માની લેતા ! સાદ્વાદને સંશયવાદ કહેનારા સ્યાદ્વાદના વાસ્તવિક સ્વરૂપને સમજયા જ નથી. સંશયમાં કોઈ ધર્મનો નિર્ણય હોતો નથી. જયારે સાબાદમાં તેમ નથી. દા.ત. રસ્તામાં જતાં ચળકતી શક્તિ(=મોતીની છીપ)ને જોઇને તમને સંશય થયો કે આ શુક્તિ(=મોતીની છીપ) છે કે ચાંદી છે? અહીં શુક્તિ કે ચાંદી એ બેમાંથી એકેયનો નિર્ણય નથી. જયારે સ્યાદ્વાદમાં દરેક ધર્મના અસ્તિત્વનો નિર્ણય હોય છે. વસ્તુ અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે. પણ વસ્તુ અપેક્ષાએ નિત્ય છે કે અનિત્ય છે એવો સંશય રહેતો નથી.
સપ્તભંગી
સ્યાદ્વાદની દષ્ટિએ વસ્તુને બરોબર ઓળખાવવી હોય તો સાત વાક્યોથી ઓળખાવી શકાય છે. કોઈ પ્રશ્ન કરે કે આત્મા કેવો છે? નિત્ય છે કે અનિત્ય ? આના જવાબમાં “આત્મા નિત્ય છે એમ કહેવામાં આવે તો આ ઉત્તર અધુરો હોવાથી યથાર્થ નથી. કારણ કે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. દરેક વસ્તુમાં અનેક ધર્મો રહેલા હોય છે. એટલે આપણે વસ્તુને ઓળખાવવામાં ખ્યાલ રાખવો જોઇએ કે-જે ધર્મને આગળ કરીને વસ્તુને ઓળખાવીએ છીએ તે સિવાયના ધર્મોનો સર્વથા નિષેધ ન થવો જોઇએ. અહીં આત્મા નિત્ય છે એમ કહેવામાં આત્મામાં અનિત્યતા ધર્મનો નિષેધ થાય છે. આનાથી સમજનાર સમજે છે કે આત્મા નિત્ય છે, અનિત્ય નથી. આથી “આત્મા નિત્ય છે' એવું વાક્ય અપૂર્ણ હોવાથી અયથાર્થ છે. એટલે “અપેક્ષાએ આત્મા નિત્ય છે એમ કહેવામાં આવે તો “અપેક્ષા' શબ્દ આવવાથી અનિત્યતાનો નિષેધ થતો નથી. અપેક્ષાએ આત્મા નિત્ય છે એમ