________________
અo૫ સૂ૦ ૩૧] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૨૧૭ અપેક્ષા હોય છે, ત્યારે પુત્રત્વ ધર્મની અપેક્ષા હોતી નથી. જયારે પુત્રત્વ ધર્મની અપેક્ષા હોય છે ત્યારે પિતૃત્વ ધર્મની અપેક્ષા હોતી નથી. જ્યારે તે વ્યક્તિની ઓળખાણ કરાવવામાં આવે છે ત્યારે કેટલાક લોકો તેના પિતાને ઓળખતા હોવાથી અમુક વ્યક્તિનો પુત્ર છે એમ કહીને તેની ઓળખાણ કરાવે છે. જ્યારે કેટલાક તેના પિતાને ઓળખતા નથી, પણ તેના પુત્રને ઓળખે છે, આથી તેમને આ અમુક વ્યક્તિનો પિતા છે એમ કહીને તેની ઓળખાણ કરાવે છે. આમ એક જ વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ એમ બંને ધર્મો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં રહી શકે છે. જયારે જે ધર્મની અપેક્ષા હોય છે ત્યારે તે ધર્મને આગળ કરવામાં આવે છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં નિત્યત્વ-અનિત્યત્વ વગેરે ધર્મોની પણ ઘટના થઈ શકે છે.
આપણે પૂર્વસૂત્રમાં જોઈ ગયા છીએ કે દરેક વસ્તુમાં બે અંશ અવશ્ય હોય છે–(૧) દ્રવ્ય અંશ અને (૨) પર્યાય અંશ. તેમાં દ્રવ્યાર્થિક નય દ્રવ્ય અંશ તરફ અને પર્યાયાર્થિક નય પર્યાય અંશ તરફ દૃષ્ટિ કરે છે. દ્રવ્ય અંશ સ્થિર=નિત્ય છે, અને પર્યાય અંશ અસ્થિર=અનિત્ય છે. આથી દરેક વસ્તુ દ્રવ્યાર્થિક નયની દષ્ટિથી જોવામાં આવે તો નિત્ય દેખાય છે, અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિથી જોવામાં આવે તો અનિત્ય દેખાય છે.
એ પ્રમાણે એક જ વસ્તુ સત્ પણ છે અને અસત્ પણ છે. દરેક વસ્તુ સ્વરૂપે (Fપોતાના રૂપે) સત્ (કવિદ્યમાન) હોય છે, અને પરરૂપે (=બીજાના રૂપે) અસત્ (=અવિદ્યમાન) હોય છે. દા.ત. ઘટ સ્વરૂપે=ઘટ રૂપે સત્ છે, પણ પર રૂપેકપટ રૂપે અસત છે. જો ઘટ પટ રૂપે પણ સતુ હોય તો તેને પટ પણ કહેવો જોઈએ અને પટનાં સઘળાં કાર્યો ઘટથી થવાં જોઈએ. પણ તેમ બનતું નથી. આપણે બોલીએ પણ છીએ કે આ ઘટ છે, પણ પટ નથી. આથી ઘટ પટ રૂપે અસત્ છે. એ પ્રમાણે જીવો એક=સમાન પણ છે, અનેક ભિન્ન પણ છે. કારણ કે દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભય સ્વરૂપે હોય છે. સામાન્ય(કવિવક્ષિત દરેક વસ્તુમાં હોય તે) સ્વરૂપ ઐક્યની બુદ્ધિ કરાવે છે અને વિશેષ(=વિવક્ષિત દરેક વસ્તુમાં ભિન્ન ભિન્ન હોય તે) સ્વરૂપ ભિન્નતાની બુદ્ધિ કરાવે છે. દરેક જીવનું જીવત્વ એ સામાન્ય સ્વરૂપ છે. આથી આપણે જ્યારે જીવો તરફ જીવત્વ રૂ૫ સામાન્યથી જોઈએ છીએ ત્યારે આ