________________
૨૧૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ પ સૂ૦ ૩૧ છતાં તે ઘટરૂપે કાયમ રહે છે, આથી ઘટ પરિણામી નિત્ય છે. આમ દરેક વસ્તુમાં સમજવું.
જૈન દર્શન જેમ ઉપર મુજબ એક જ વસ્તુમાં નિત્યત્વ અને અનિત્યત્વ એ બે પરસ્પર વિરુદ્ધ ધર્મનો સ્વીકાર કરે છે, તેમ બીજા પણ સામાન્ય-વિશેષ, ભેદ-અભેદ, સત્ત્વ-અસત્ત્વ, એકત્વ-અનેકત્વ વગેરે અનેક વિરુદ્ધ ધર્મોનો પણ સ્વીકાર કરે છે. આની પાછળ એક દિવ્યદષ્ટિ રહેલી છે. આ દિવ્યદૃષ્ટિ છે સાદ્વાદ કે અપેક્ષાવાદ.
સ્યાત્ એટલે અપેક્ષા. આથી સ્યાદ્વાદ એટલે અપેક્ષાવાદ. સ્યાદ્વાદ, અપેક્ષાવાદ, અનેકાંતવાદ, નયવાદ વગેરે શબ્દો એકાર્થક છે. જૈનદર્શનના સિદ્ધાંતોનો મહેલ આ સ્યાદ્વાદના પાયા પર જ રચાયેલો છે. સ્યાદ્વાદ જૈનદર્શનનો પ્રાણ છે. જયાં સ્યાદ્વાદ નથી ત્યાં જૈનદર્શન નથી. જૈનદર્શને જગતને સાદ્વાદની એક અણમોલ ભેટ આપી છે. રાજકીય, સામાજિક, ધાર્મિક, વ્યાવહારિક, શૈક્ષણિક વગેરે નાનાં મોટાં સર્વ ક્ષેત્રોમાં સ્યાદ્વાદની જરૂર છે. સ્યાદ્વાદ વિના કોઈ ક્ષેત્ર વિકાસ પામી શકતું જ નથી. જેટલા અંશે આપણે સ્યાદ્વાદનો ભંગ કરીએ છીએ તેટલા અંશે આપણી પ્રગતિ રૂંધાય છે. આથી જ જૈનદર્શનના દરેક સિદ્ધાંતમાં સ્યાદ્વાદની ઝળક છે. (૩૦)
એક જ વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ વગેરે પરસ્પર વિરુદ્ધ ધર્મોની સિદ્ધિ સ્યાદ્વાદદષ્ટિથી થાય છે. આથી સૂત્રકાર ભગવંત હવે સ્યાદ્વાદને ઓળખાવે છે
પિતાનસિદ્ધિઃ | જરૂર છે
એક જ વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ વગેરે પરસ્પર વિરુદ્ધ ધર્મોની સિદ્ધિ અર્પિતથી=અપેક્ષાથી અને અનર્પિતથી=અપેક્ષાના અભાવથી થાય છે.
વસ્તુમાં અનેક ધર્મો હોય છે. જે વખતે જે ધર્મની અપેક્ષા હોય છે તે વખતે તે ધર્મને આગળ કરીને આપણે વસ્તુને ઓળખીએ છીએ. દા.ત. એક વ્યક્તિ પિતા પણ છે અને પુત્ર પણ છે. આથી તે વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ એ બે પરસ્પર વિરુદ્ધ ધર્મો રહેલાં છે. તેમાંથી ક્યારેક પિતૃત્વ ધર્મને આગળ કરીને પિતૃત્વ ધર્મની અપેક્ષાથી તેને પિતા કહે છે. જ્યારે ક્યારેક પુત્રત્વ ધર્મને આગળ કરીને-પુત્રત્વ ધર્મની અપેક્ષાથી તેને પુત્ર કહે છે. જયારે પિતૃત્વ ધર્મની