________________
૨૪ સંસારત્યાગી ન હોય. છઠ્ઠા ગુણસ્થાને રહેલા જીવો સંસારત્યાગી હોય છે. અર્થાત ગૃહસ્થ વધારેમાં વધારે પાંચમા ગુણસ્થાનક સુધી આવી શકે છે. સંસારત્યાગી સાધુ છઠ્ઠા ગુણસ્થાનક સુધી આવી શકે છે. સંસારત્યાગી સાધુ છઠ્ઠા ગુણસ્થાને આવીને આગળ પણ વધી શકે છે. છઠ્ઠા ગુણસ્થાને પ્રમાદ હોવાથી તેનું “સર્વવિરતિ પ્રમત્ત' એવું નામ છે. તેનું પ્રમત્ત સંયત’ એવું પણ નામ છે. પ્રમત્ત એટલે પ્રમાદથી યુક્ત, સંયત એટલે સાધુ. પ્રમાદ યુક્ત સાધુનું ગુણસ્થાન તે પ્રમત્તસંયત.
(૭) અપ્રમત્તસંવત- જેમાં સંયત=સાધુ અપ્રમત્ત છે=પ્રમાદ રહિત છે તે અપ્રમત્ત સંયત ગુણસ્થાન. સંયત સાધુ અપ્રમત્ત બને છે ત્યારે સાતમા ગુણસ્થાને આવે છે. છઠ્ઠા ગુણસ્થાને રહેલો આત્મા વિકાસના પંથે આગળ વધવા બાધક દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. છઠ્ઠા ગુણસ્થાને આવ્યા પછી આગળ વધવામાં સૂક્ષ્મ પ્રમાદ બાધક બને છે. જો કે સ્થૂલ પ્રમાદ ઉપર વિજય મેળવી લીધો છે, પણ હજી સૂક્ષ્મ (વિસ્મૃતિ, અનુપયોગ વગેરે) પ્રમાદ નડે છે. આથી તે તેના ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરે છે. વિજય મેળવીને સાતમા ગુણસ્થાને ચઢે છે. પણ થોડી જ વારમાં પતન પામીને છઠ્ઠા ગુણસ્થાને આવે છે. ફરી સત્ત્વ ફોરવીને સાતમા ગુણસ્થાને ચઢે છે. ફરી પડીને છઠ્ઠા ગુણસ્થાને આવે છે. ફરી સાતમા ગુણસ્થાને આવે છે, ફરી છઠ્ઠા ગુણસ્થાને આવે છે. જેમ લડવૈયો સંપૂર્ણ વિજય મેળવતાં પહેલાં યુદ્ધમાં થોડો વિજય પ્રાપ્ત કરે છે, પછી થોડો પરાજય પણ પામે છે, ફરી થોડો જય પામે છે, તો ફરી થોડો પરાજય પામે છે. એમ જય-પરાજયનો ક્રમ ચાલ્યા કરે છે. તેમ અહી સાધુરૂપ લડવૈયાનો પ્રસાદ રૂપ શત્રુની સાથે લડાઈ કરવામાં જય-પરાજય થયા કરે છે.
(૮) અપૂર્વકરણ- છઠ્ઠાથી સાતમે, સાતમાંથી છ એમ ઝોલા ખાતો આત્મા જો સાવધાન ન રહે તો નીચે ફેંકાઈ જાય છે. જો સાવધાન રહે અધિક અપ્રમત્ત બને તો ઉપર આઠમાં ગુણસ્થાને આવે છે. અપૂર્વ=પૂર્વે ન કર્યા હોય તેવા, કરણ=પરિણામ કે અધ્યવસાય. આ ગુણસ્થાને રહેલા આત્મામાં પૂર્વે કદી ન થયા હોય તેવા વિશુદ્ધ અધ્યવસાયો થાય છે. અહીં સમકાળે પ્રવેશેલા ૧. અથવા અપૂર્વ=પૂર્વે ન કર્યું હોય તેવું કરણઃકરવું તે અપૂર્વકરણ. આ ગુણસ્થાને રહેલો
આત્મા વિશુદ્ધ અધ્યવસાયોના બળે સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને સ્થિતિબંધ એ પાંચ અપૂર્વ=પૂર્વે ન કર્યા હોય તેવા કરે છે.