________________
૨૩
પ્રશ્ન- ગુણસ્થાનોના વર્ણનમાં પહેલા ગુણસ્થાન પછી બીજા-ત્રીજા ગુણસ્થાનનું વર્ણન કર્યા વિના ચોથા ગુણસ્થાનનું વર્ણન કર્યું, પછી બીજાત્રીજા ગુણસ્થાનનું વર્ણન કર્યું. આનું કારણ?
ઉત્તર– જીવ જ્યારે સૌથી પહેલી વાર પહેલા ગુણસ્થાનથી આગળ વધે છે ત્યારે સીધો ચોથા ગુણસ્થાને આવે છે. ચોથા ગુણસ્થાનથી પતન પામે ત્યારે જ બીજા ગુણસ્થાને આવે છે. બીજું ગુણસ્થાન પતન પામનારને જ હોય છે. ચઢતા જીવને બીજું ગુણસ્થાન ન હોય. ત્રીજું ગુણસ્થાન ચઢતા-પડતા બંને પ્રકારના જીવોને હોય છે. અર્થાત્ પહેલા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાને આવે અને ચોથા ગુણસ્થાનેથી પણ ત્રીજા ગુણસ્થાનને આવે. પણ એક વાર ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થયા પછી જ ત્રીજું ગુણસ્થાન આવે. આમ, બીજું અને ત્રીજું એ બે ગુણસ્થાન એક વાર ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થયા પછી જ પ્રાપ્ત થતાં હોવાથી અહીં ચોથા ગુણસ્થાન પછી એ બેનું વર્ણન કર્યું છે.
(૫) દેશવિરતિ (૯) સર્વવિરતિ પ્રમત્ત પહેલાં આપણે વિચારી ગયા છીએ કે દર્શનમોહ અને ચારિત્રમોહ જેમ જેમ નિર્બળ બને તેમ તેમ આત્મા વિકાસ સાધતો ઉપરના ગુણસ્થાને ચઢે છે તથા એ પણ વિચારી ગયા કે દર્શનમોહને (મારીને કે) નિર્બળ બનાવીને ચોથા ગુણસ્થાને આવે છે. ચોથા ગુણસ્થાનકથી આગળ વધવા ચારિત્રમોહને નિર્બળ બનાવવાની જરૂર પડે છે. ચારિત્રમોહ નિર્બળ બનતાં હિંસાદિ પાપોથી નિવૃત્તિ કરી શકાય છે. ચારિત્રમોહ દેશથી (=થોડા પ્રમાણમાં) નિર્બળ બને છે ત્યારે દેશથી (=થોડા પ્રમાણમાં) હિંસાદિ પાપોથી નિવૃત્તિ થાય છે. ચારિત્રમોહ સર્વથા નિર્બળ બને છે ત્યારે સર્વથા પાપોથી નિવૃત્તિ થાય છે. દેશથી (-થોડા પ્રમાણમાં) હિંસાદિ પાપોથી નિવૃત્તિ તે દેશવિરતિ. સર્વથા હિંસાદિ પાપોથી નિવૃત્તિ તે સર્વવિરતિ. દેશવિરતિ ગુણસ્થાને રહેલા જીવોને હિંસાદિ પાપોથી આંશિક નિવૃત્તિ હોય છે. સર્વવિરતિ ગુણસ્થાને રહેલા જીવોને હિંસાદિ પાપોથી સર્વથા નિવૃત્તિ હોય છે. ચોથા ગુણસ્થાને રહેલા જીવોમાં હિંસાદિ પાપોથી નિવૃત્તિ આંશિક પણ ન હોય. ચોથા-પાંચમા ગુણસ્થાને રહેલા જીવો ૧. અપ્રત્યાખ્યાનીય કષાયોનો ક્ષયોપશમ થાય છે ત્યારે. ૨. પ્રત્યાખ્યાનાવરણીય કષાયોનો ક્ષયોપશમ થાય છે ત્યારે.