________________
અ૦ ૫ સૂ૦ ૨૫]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
લોકવ્યાપી અચિત્ત મહાકંધ વગેરેમાં હોતી નથી એ જણાવવા સ્થૂલતાની સાથે સૂક્ષ્મતાનું પણ નિરૂપણ આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. (૨૪) પુદ્ગલના મુખ્ય બે ભેદો—
અળવ: સ્વાર્થે || ૧-૨૫ ॥
૨૦૯
પુદ્ગલના પરમાણુ અને સ્કંધ એમ મુખ્ય બે ભેદો છે.
પરમાણુ એટલે પુદ્ગલનો છેલ્લામાં છેલ્લો અંશ. માટે જ તેને પરમ=અંતિમ અણુ=અંશ=પરમાણુ કહેવામાં આવે છે. આમ પરમાણુ પુદ્ગલનો અવિભાજ્ય (=જેના કેવલી પણ બે વિભાગ ન કરી શકે તેવો) અંતિમ વિભાગ છે. એનાથી નાનો વિભાગ હોતો જ નથી. એના આદિ, મધ્ય અને અંત પણ એ પોતે જ છે. અબદ્ધ=છૂટો જ હોય છે. એના પ્રદેશો હોતા નથી. એ પોતે જ એક પ્રદેશરૂપ છે.
પરમાણુ કારણ રૂપ જ છે. અર્થાત્ પરમાણુથી અન્ય ક્ર્મણુક (બે અણુઓનો સ્કંધ) આદિ કાર્યો થાય છે. આથી તે કારણ બને છે. પણ તે કોઇમાંથી ઉત્પન્ન થતો ન હોવાથી કાર્ય રૂપ બનતો નથી. તે સૂક્ષ્મ જ હોય છે. તેનો કદી નાશ થતો નથી. તેના પર્યાયો બદલાય, પણ સર્વથા નાશ કદી ન થાય. તેમાં કોઇ પણ એક રસ, કોઇ પણ એક ગંધ, કોઇ પણ એક વર્ણ અને બે સ્પર્શ (સ્નિગ્ધ-શીત, સ્નિગ્ધ-ઉષ્ણ, રૂક્ષ-શીત, રૂક્ષ-ઉષ્ણ એ ચાર વિકલ્પોમાંથી ગમે તે એક વિકલ્પના બે સ્પર્શ) હોય છે. એકલો પરમાણુ કદી આંખોથી દેખાતો નથી અને અનુમાન આદિથી પણ જણાતો નથી. જ્યારે અનેક પરમાણુઓ એકઠા થઇને કાર્ય રૂપે પરિણમે છે, ત્યારે અનુમાન દ્વારા એકલા ૫૨માણુનું જ્ઞાન થાય છે. દૃશ્યમાન ઘટાદિ કાર્યોમાં પરંપરાએ અનેક કારણો હોય છે. તેમાં અંતિમ જે કારણ છે તે પરમાણુ છે.
સ્કંધ એટલે પરસ્પર જોડાયેલા બે વગેરે પરમાણુઓનો જથ્થો. આ સ્કંધો સૂક્ષ્મ પરિણામવાળા અને બાદર પરિણામવાળા એમ બે પ્રકારના છે. સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધો આંખોથી દેખાતા નથી. બાદર પરિણામવાળા
१. कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसगन्धवर्णो द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥