________________
૨૦૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૫ સૂ૦ ૨૪ આતપ તરીકે ઓળખાય છે. આતપ અગ્નિની જેમ ઉષ્ણ હોવાથી પુદ્ગલ છે. આતમ ઉષ્ણ અને શ્વેતરંગે પરિણમેલા પુદ્ગલોનો જથ્થો છે.
પ્રશ્ન- જો દૂર રહેલ સૂર્યનો પ્રકાશ પણ અહીં પૃથ્વીને અને પૃથ્વીની વસ્તુઓને ગરમ બનાવી દે છે, વૈશાખ જેઠ માસમાં પૃથ્વી ઉપર પગ ન મૂકી શકાય તેવી ગરમી હોય છે, તો દેવો તેમાં શી રીતે રહી શકતા હશે ?
ઉત્તર– સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર ઉષ્ણ હોય છે. પણ સૂર્યવિમાનનો સ્પર્શ શીત હોય છે. અગ્નિ આદિના અને સૂર્યના પ્રકાશમાં આ જ તફાવત છે. અગ્નિ આદિનો સ્પર્શ ઉષ્ણ હોય છે અને પ્રકાશ પણ ઉષ્ણ હોય છે. જ્યારે સૂર્યમાં તેમ નથી. સૂર્યનો પ્રકાશ જ ઉષ્ણ હોય છે. સ્પર્શ તો શીત હોય છે. સૂર્યના પ્રકાશની ઉષ્ણતા પણ જેમ જેમ દૂર તેમ તેમ વધારે હોય છે. આથી દેવોને તેમાં રહેવામાં કશો જ બોધ આવતો નથી.
(૧૦) ઉદ્યોત– ચંદ્ર, ચંદ્રકાન્ત મણિ, કેટલાંક રત્નો તથા ઔષધિઓ વગેરેના પ્રકાશને ઉઘાત કહેવામાં આવે છે. ઉદ્યોત અને આતપ એ બંને પ્રકાશ સ્વરૂપ છે. શીત વસ્તુના ઉષ્ણ પ્રકાશને આતપ અને અનુષ્ણ પ્રકાશને ઉદ્યોત કહેવામાં આવે છે.
પ્રશ્ન- સ્પર્શ વગેરે પુગલના પર્યાયો છે અને શબ્દ વગેરે પણ પુદ્ગલના જ પર્યાયો છે. તો ૨૩-૨૪ એ બે સૂત્રોના સ્થાને એક જ સૂત્ર કેમ ન બનાવ્યું ?
ઉત્તર- ર૩મા સૂત્રમાં કહેલા સ્પર્શ આદિ પર્યાયો અણુ અને સ્કંધ બંનેમાં હોય છે. જયારે ૨૪માં સૂત્રમાં કહેલા શબ્દ આદિ પર્યાયો માત્ર સ્કંધમાં જ હોય છે. સ્કંધોમાં પણ દરેક સ્કંધમાં શબ્દાદિ પર્યાયો હોય એવો નિયમ નહિ. જયારે સ્પશદિ પર્યાયો તો દરેક પરમાણમાં અને દરેક સ્કંધમાં અવશ્ય હોય. આ વિશેષતાનું સૂચન કરવા અહીં બે સૂત્રોની રચના કરી છે.
પ્રશ્ન-સ્પર્શ આદિની જેમ સૂક્ષ્મતા પણ અણુ અને સ્કંધ બંનેમાં હોય છે. આથી સૂક્ષ્મતાનું નિરૂપણ સ્પર્શ આદિની સાથે ૨૩મા સૂત્રમાં કરવું જોઇએ.
ઉત્તર- સ્થૂલતા કેવળ સ્કંધોમાં જ હોય છે. આથી સ્થૂલતાનું નિરૂપણ આ સૂત્રમાં જ કરવું જોઇએ. સૂક્ષ્મતા પૂલતાના પ્રતિપક્ષ તરીકે છે, અને