________________
૨૦ ૫ સૂ૦ ૨૪]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૦૭
(૭) અંધકાર– અંધકાર એ કાળા રંગે પરિણમેલા પુદ્ગલોનો સમૂહ છે. નહિ કે પ્રકાશના અભાવ રૂપ. કારણ કે તેનાથી દૃષ્ટિનો પ્રતિબંધ થાય છે. જેમ એક વસ્તુથી અન્ય વસ્તુ ઢંકાઇ જાય તો અન્ય વસ્તુ દેખાતી નથી, તેમ અહીં અંધકારથી વસ્તુઓ ઢંકાઇ જાય છે એથી વસ્તુઓ આંખ સામે હોવા છતાં દેખાતી નથી. અંધકાર પુદ્ગલ સ્વરૂપ હોય તો જ તેનાથી ષ્ટિનો પ્રતિબંધ થઇ શકે. અંધકારના પુદ્ગલો ઉપર જ્યારે પ્રકાશનાં કિરણો ફેલાય છે ત્યારે અંધકારના અણુઓ વસ્તુઓને આચ્છાદિત કરી શકતા નથી. જ્યારે પ્રકાશનાં કિરણો ખસી જાય છે ત્યારે અંધકારના પુદ્ગલોનું આવરણ આવી જવાથી આપણે વસ્તુને જોઇ શકતા નથી.
(૮) છાયા— છાયા બે પ્રકારની છે. (૧) તર્ણ પરિણત છાયા અને (૨) આકૃતિ રૂપ છાયા. દર્પણ આદિ સ્વચ્છ દ્રવ્યોમાં શરીર આદિના પુદ્ગલો શરીર આદિના વર્ણ આદિ રૂપે પરિણામ પામે છે. સ્વચ્છ દ્રવ્યોમાં મૂળ વસ્તુના વર્ણ આદિ રૂપે પરિણામ પામેલા પુદ્ગલોને તર્ણ પરિણત છાયા કે પ્રતિબિંબ કહેવામાં આવે છે. અસ્વચ્છ દ્રવ્યો ઉપર શરીર આદિના પુદ્ગલોનો માત્ર આકૃતિ' પ્રમાણે થતો પરિણામ કે જે તડકામાં દેખાય છે, તે આકૃતિ રૂપ છાયા છે. તર્ણ પરિણામ અને આકૃતિ એ બંને છાયા રૂપ હોવા છતાં વ્યવહારમાં આપણે તર્ણ પરિણામ રૂપ છાયાને પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ. આકૃતિરૂપ છાયાને છાયા તરીકે ઓળખીએ છીએ. પ્રતિબિંબમાં આકૃતિ અને વર્ણ એ બંને સ્પષ્ટ હોય છે, જ્યારે છાયામાં અસ્પષ્ટ હોય છે.
પ્રત્યેક વસ્તુમાંથી પ્રતિસમય જળના ફુવારાની માફક સ્કંધો વહ્યા કરે છે. વહી રહેલા પુદ્ગલો અતિ સૂક્ષ્મ હોવાથી આપણને દેખાતા નથી. પ્રતિસમય વહેતા એ પુદ્ગલો પ્રકાશ આદિ દ્વારા કે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા તદાકાર પિંડિત થઇ જાય છે. તદાકાર પિંડિત થયેલા એ પુદ્ગલોને આપણે પ્રતિબિંબ યા છાયા રૂપે ઓળખીએ છીએ.
(૯) આતપ સૂર્યના પ્રકાશને આતપ કહેવામાં આવે છે. સૂર્ય જ્યોતિષ્ક જાતિના દેવોનું વિમાન છે. તેમાં દેવો રહે છે. આ વિમાન અતિ મૂલ્યવાન રત્નોનુ બનેલું છે. આથી તેમાંથી પ્રકાશ ફેલાય છે. આ પ્રકાશ ૧. વર્ણ ન દેખાય, માત્ર આકૃતિ દેખાય તેવો.