________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૫ સૂ૦ ૨૪
(iv) નિકાચિતબંધ– ઘણથી ફૂટીને એકમેક બનાવેલી સોયો સમાન. જેમ આવી સોયો ઉપયોગમાં લઇ ન શકાય, તેમાંથી નવી સોયો બનાવવાની મહેનત કરવી પડે, તેમ કર્યો પોતાનું પૂર્ણ ફળ આપ્યા વિના છૂટા પડે જ નહિ, પૂર્ણ ફળ આપીને જ છૂટા પડે તેવા પ્રકારનો બંધ નિકાચિતબંધ.
(૩) સૂક્ષ્મતા– અંત્ય અને આપેક્ષિક એમ સૂક્ષ્મતાના બે ભેદો છે. પરમાણુની સૂક્ષ્મતા અંત્ય સૂક્ષ્મતા છે. આ જગતમાં પરમાણુથી વધારે સૂક્ષ્મ કોઇ પુદ્ગલ નથી. આથી પરમાણુમાં રહેલી સૂક્ષ્મતા અંત્ય છેલ્લામાં છેલ્લી છે. વસ્તુની અપેક્ષાએ થતી સૂક્ષ્મતા આપેક્ષિક સૂક્ષ્મતા છે. જેમ કે આમળાની અપેક્ષાએ બોર સૂક્ષ્મ છે. ચતુરણુક સ્કંધની અપેક્ષાએ ઋણુક સ્કંધ સૂક્ષ્મ છે.
અન્ય
(૪) સ્થૂલતા– સૂક્ષ્મતાની જેમ સ્થૂલતાના પણ અંત્ય અને આપેક્ષિક એમ બે ભેદ છે. સંપૂર્ણ લોક વ્યાપી સ્કંધની સ્થૂલતા અંત્ય છે. કારણ કે મોટામાં મોટું પુદ્ગલદ્રવ્ય લોકસમાન હોય છે. અલોકમાં કોઇ દ્રવ્યની ગતિ ન હોવાથી લોકના પ્રમાણથી કોઇ પુદ્ગલદ્રવ્ય મોટું નથી. અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સ્થૂલતા આપેક્ષિક સ્થૂલતા છે. જેમ કે આમળાથી કેરી સ્થૂલ છે. ચતુરણૂક સ્કંધથી પંચાણુક સ્કંધ સ્થૂલ છે.
૨૦૬
(૫) સંસ્થાન– સંસ્થાન એટલે આકૃતિ. ઇત્યં લક્ષણ અને અનિત્યં લક્ષણ એમ આકૃતિમાં બે ભેદ છે. લાંબું, ગોળ, ચતુરસ્ર વગેરે રીતે જેનું વર્ણન થઇ શકે તે ઇત્યં લક્ષણ સંસ્થાન. જેમ કે—વસ્ત્ર, મકાન વગેરેની આકૃતિ. લાંબું, ગોળ વગેરે શબ્દોથી જેનું વર્ણન ન થઇ શકે=અમુક સંસ્થાન છે એમ ન કહી શકાય તે અનિત્યં લક્ષણ સંસ્થાન. જેમ કે—મેધ આદિનું સંસ્થાન. (૬) ભેદ– એક વસ્તુના ભાગ પડવા તે ભેદ. ભેદના પાંચ પ્રકાર છે. ઔત્કરિક, ચૌર્ણિક, ખંડ, પ્રતર અને અનુતટ.
(i) ઔત્કરિક લાકડા આદિને કોતરવા વગેરેથી થતો ભેદ. (ii) ચૌર્ણિક— ઘઉં આદિને દળવા આદિથી થતો ભેદ.
(iii) ખંડ– લાકડા વગેરેના ટુકડા=ખંડ કરવાથી થતો ભેદ. (iv) પ્રતર– અભ્રક વગેરેના થતા પટલ=પડ તે પ્રતરભેદ. (v) અનુતટ– વાંસ, શેરડી, છાલ, ચામડી વગેરે છેદવાથી થતો ભેદ.