________________
૨૦૪
શ્રીસ્વાધિગમસૂત્ર મિ. સૂ૦ ૨૪ અથડાતો હોય તો નજીકના પણ શબ્દો સંભળાતા નથી. (૭) પહેલા દેવલોકમાં સૌધર્મ સભામાં રહેલી સુઘોષા ઘંટા વાગતાં તેવા પ્રકારની વિશિષ્ટ રચનાથી સર્વ વિમાનોમાં રહેલી ઘંટાઓ વાગવા માંડે છે. જો શબ્દ પુદ્ગલ ન હોય તો આ પ્રમાણે બની શકે નહિ. આમ અનેક રીતે શબ્દ પુદ્ગલ છે એ સિદ્ધ થાય છે.
શબ્દની ઉત્પત્તિ વિસસાથી (=સ્વાભાવિક રીતે) અને પ્રયોગથી એમ બે રીતે થાય છે. વાદળ, વીજળી વગેરેનો અવાજ કોઈ પણ જાતના જીવના પ્રયોગ વિના સ્વાભાવિક રીતે (વિસસાથી) ઉત્પન્ન થાય છે. પ્રાયોગિક શબ્દના (=પ્રયોગથી ઉત્પન્ન થતા શબ્દના) છ ભેદો છે. તત, વિતત, ઘન, શુષિર, સંઘર્ષ અને ભાષા. (૧) તત– હાથના પ્રતિઘાતથી ઉત્પન્ન થતા ઢોલ વગેરેના શબ્દો. (૨) વિતત– તારની સહાયથી ઉત્પન્ન થતા વણા વગેરેના શબ્દો. (૩) ઘનકાંસા વગેરે વાજિંત્રોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતા શબ્દો. (૪) શષિરપવન પુરવાથી વાંસળી, પાવો વગેરે દ્વારા ઉત્પન્ન થતા શબ્દો. (૫) સંઘર્ષ– દાંડિયા વગેરેના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતો ધ્વનિ. (૬) ભાષા– જીવના મુખના પ્રયત્નથી ઉત્પન્ન થતા શબ્દો.
ભાષા બે પ્રકારની છે. વ્યક્તિ અને અવ્યક્ત. બેઇન્દ્રિય આદિ જીવોની ભાષા અવ્યક્ત છે. મનુષ્ય આદિની ભાષા વ્યક્ત છે. વર્ણ, પદ અને વાક્ય સ્વરૂપ ભાષા વ્યક્ત ભાષા છે. ક, ખ, ગ વગેરે વણે છે. વિભિક્તિ યુક્ત વર્ણોનો સમુદાય પદ છે. પદોનો સમુદાય વાક્ય છે.
પ્રશ્ન- શબ્દનું જ્ઞાન શ્રોત્રેન્દ્રિયથી થાય છે. આથી શ્રોત્રેન્દ્રિય વિનાના પ્રાણીઓ શબ્દને સાંભળી ન શકે. તો પછી ખેતરમાં લીલી વનસ્પતિ આદિ ઉપર બેઠેલાં તીડો ઢોલના અવાજથી ઉડી જાય છે તેનું શું કારણ ? તીડ ચઉરિન્દ્રિય પ્રાણી હોવાથી શ્રોત્રેન્દ્રિય રહિત હોય છે.
ઉત્તર- તીડો ઢોલના અવાજને સાંભળતા નથી. પણ શબ્દ પુગલ રૂપ છે. ઢોલથી ઉત્પન્ન થતા અવાજના પુદ્ગલો ચારે બાજુ ફેલાય છે. ફેલાયેલા શબ્દના પગલોથી તીડોના શરીર ઉપર પ્રહાર રૂપે અસર થાય છે. શબ્દના પુદ્ગલોનો પ્રહાર સહન ન થવાથી તીડો ઊડી જાય છે. જેમ શબ્દરૂપ પુગલના પ્રહાર આદિથી પ્રતિકૂળ અસર થાય છે તેમ સંગીત આદિ દ્વારા