________________
અo ૫ સૂ૦ ૨૦] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૧૯૯ બાહ્ય અને આત્યંતર એ બે કારણો છે. સાતવેદનીય કર્મનો ઉદય અંતરંગ કારણ છે. ઈષ્ટ ભોજન આદિની પ્રાપ્તિ બાહ્ય કારણ છે. આ બંને કારણો પુદ્ગલ રૂપ હોવાથી સુખ પુદ્ગલનો ઉપકાર છે.
(૨) દુઃખ- દુઃખ એટલે અસાતાવેદનીય કર્મના ઉદયથી અનિષ્ટ ભોજન વસ્ત્ર આદિ દ્વારા ઉત્પન્ન થતો માનસિક સંક્લેશ. દુઃખ અસાતાવેદનીય કર્મના ઉદય રૂ૫ આંતર અને અનિષ્ટ ભોજન આદિની પ્રાપ્તિ રૂપબાહ્ય કારણથી થાય છે. આ બંને કારણો પૌદ્ગલિક હોવાથી દુઃખ પુદ્ગલનો ઉપકાર છે.
(૩) જીવિત (જીવન)– ભવસ્થિતિમાં કારણ આયુષ્યકર્મના ઉદયથી પ્રાણનું ટકી રહેવું એ જીવિત જીવન છે. આ જીવન આયુષ્યકર્મ, ભોજન, શ્વાસોચ્છવાસ આદિ આત્યંતર અને બાહ્ય કારણોથી ચાલે છે. આ કારણો પૌદ્ગલિક હોવાથી જીવિત (જીવન) પુદ્ગલનો ઉપકાર છે.
(૪) મરણ-મરણ એટલે વર્તમાન જીવનનો અંત. મરણ આયુષ્યકર્મનો ક્ષય, વિષભક્ષણ આદિ આત્યંતર અને બાહ્ય પુદ્ગલની સહાયતાથી થાય છે. માટે મરણ પુદ્ગલનો ઉપકાર(=કાય) છે.
પ્રશ્ન- શરીર આદિ પુદ્ગલનો ઉપકાર છે, અને સુખ આદિ પણ પુદ્ગલનો ઉપકાર છે. તો અહીં એ બંને માટે એક સૂત્ર ન રચતાં અલગ અલગ બે સૂત્રોની રચના કેમ કરી ?
ઉત્તર- શરીર આદિ પુગલનો ઉપકાર છે. એટલે કે પુદ્ગલનું કાર્ય છે, એનો અર્થ એ થયો કે શરીર આદિ કાર્યમાં પુદ્ગલ કારણ છે. કારણ એ પ્રકારનાં હોય છે–ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. અહીં શરીર આદિમાં પુદ્ગલો ઉપાદાન=પરિણામી કારણ છે, અને સુખ આદિમાં નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ તે કહેવાય કે જે કારણ પોતે જ કાર્ય રૂપ બની જાય. નિમિત્ત કારણ તે કહેવાય કે જે કારણ સ્વતંત્ર રૂપે અલગ રહી કાર્યમાં સહાય કરે. પ્રસ્તુતમાં આપણે વિચારીશું તો જણાશે કે શરીર આદિ કાર્યમાં પુદ્ગલો પોતે જ શરીર આદિ રૂપે બની જાય છે. જ્યારે સુખ આદિ કાર્યમાં પુગલો સુખ આદિ રૂપે નથી બનતા, કિન્તુ સુખ આદિ ઉત્પન્ન થવામાં માત્ર સહાય કરે છે. જેમ કે ઘટ રૂપ કાર્યમાં માટી અને દંડ બંને કારણ છે. પણ માટી પોતે જ ઘટ રૂપે બની જવાથી ઉપાદાન કારણ છે, અને દંડ સ્વતંત્ર રૂપે અલગ રહી ઘટની