________________
૨૦૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૫ સૂ૦ ૨૧-૨૨ ઉત્પત્તિમાં સહાયતા કરે છે માટે નિમિત્ત કારણ છે. હવે બીજી રીતે વિચારીએ. ધટ એ માટીનો ઉપકાર છે=કાર્ય છે અને રોગની શાંતિ એ પણ માટીનો ઉપકાર છે=કાર્ય છે. પણ ઘડાના ઉપકારમાં માટી પોતે જ ઘડા રૂપે બની જાય છે. જયારે રોગની શાંતિમાં માટી માટી રૂપે રહીને ઉપકાર કરે છે. તેમ પ્રસ્તુત શરીર આદિ કાર્ય પ્રત્યે પુદ્ગલ ઉપાદાન (પરિણામી) કારણ છે, અને સુખ આદિ પ્રત્યે પુદ્ગલ નિમિત્ત કારણ છે. આ ભેદનું સૂચન કરવા અલગ બે સૂત્રોની રચના કરવામાં આવી છે. આથી જ શરીરવાના:-BISના: પુનાના એ સૂત્રમાં શરીર આદિ શબ્દોનો પ્રયોગ પ્રથમા વિભક્તિમાં કરવામાં આવ્યો છે તથા મુહ-કુટનીતિમરાહ એ સૂત્રમાં સુખ વગેરે શબ્દો સાથે ઉપગ્રહ(=નિમિત્ત) શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. (૨૦)
જીવોનો પરસ્પર ઉપકારપરસ્પરોપગ્રહો જીવાનામ્ છે -૨૧ | પરસ્પર સહાય કરવી એ જીવોનો ઉપકાર છે.
જીવનું લક્ષણ ૩૫થોrો નક્ષણમ્ એ સૂત્રમાં કહી દીધું છે. અહીં જીવોના પરસ્પર ઉપકારનું કથન છે. જીવો સ્વામી-સેવક, ગુરુ-શિષ્ય, શત્રતા આદિ ભાવો દ્વારા પરસ્પર એકબીજાના કાર્યમાં નિમિત્ત બનીને પરસ્પર ઉપકાર કરે છે. ગુરુ હિતોપદેશ અને સદનુષ્ઠાનના આચરણ દ્વારા શિષ્ય ઉપર ઉપકાર કરે છે. શિષ્ય ગુરુને અનુકૂળ પ્રવૃત્તિ દ્વારા ગુરુ ઉપર ઉપકાર કરે છે. સ્વામી ધન આદિ આપવા દ્વારા સેવક ઉપર ઉપકાર કરે છે. સેવક અનુકૂળ પ્રવૃત્તિ દ્વારા સ્વામી ઉપર ઉપકાર કરે છે. બે શત્રુઓ એકબીજા પ્રત્યે વૈરભાવ રાખીને, લડીને કે અન્ય અયોગ્ય પ્રવૃત્તિ દ્વારા એક બીજાને ઉપકાર કરે છે.
પ્રશ્ન- શત્રુતાભાવથી તો એક બીજાને અપકાર થાય છે, તેમાં ઉપકાર થાય છે એમ કેમ કહો છો ?
ઉત્તર- અહીં ઉપકારનો અર્થ અન્યનું હિત કરવું એ નથી, કિન્તુ નિમિત્ત અર્થ છે. જીવો એક બીજાના હિત-અહિત, સુખ-દુઃખ આદિમાં નિમિત્ત બનવાથી પરસ્પર ઉપકાર કરે છે. (૨૧)
કાળનો ઉપકારवर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ॥५-२२ ॥