________________
૧૯૪
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૫ સૂ૦ ૧૭
અંગુલનો અસંખ્યાતમો ભાગ(=અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આકાશ પ્રદેશો) છે. આનું શું કારણ ?
ઉત્તર– જીવોનો સંકોચ-વિકાસ સ્વતંત્રપણે થતો નથી, કિંતુ સૂક્ષ્મ શરીરના-કાર્યણશરીરના અનુસારે થાય છે. આથી જેટલો સંકોચ-વિકાસ કાર્યણ શરીરનો થાય તેટલો જ સંકોચ-વિકાસ જીવનો થાય છે. કાર્મણ શરીર અનંતાનંત પુદ્ગલના સમૂહ રૂપ છે. તેનું અવગાહનાક્ષેત્ર ઓછામાં ઓછું અંગુલનો અસંખ્યાતમો ભાગ હોવાથી જીવનું પણ ઓછામાં ઓછું અવગાહનાક્ષેત્ર અંગુલનો અસંખ્યાતમો ભાગ છે.
પ્રશ્ન– સિદ્ધના જીવોની અવગાહના પૂર્વના શરી૨પ્રમાણ ન થતાં પૂર્વના શરીરથી બે તૃતીયાંશ (૨/૩) ભાગ કેમ રહે છે ?
ઉત્તર– શરીરનો ત્રીજો ભાગ શુષિરવાળો=પોલાણવાળો હોય છે. યોગનિરોધકાળે એ શુષિર પૂરાઇ જવાથી જીવના ત્રીજા ભાગનો સંકોચ થઇ જાય છે, એથી સિદ્ધ અવસ્થામાં જીવની અવગાહના પૂર્વ શરીરથી (૨/૩) ભાગ રહે છે. (૧૬)
ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનું લક્ષણ—
गति - स्थित्युपग्रहौ धर्माऽधर्मयोरुपकारः ॥ ५-१७ ॥ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો અનુક્રમે ગતિ-ઉપગ્રહ અને સ્થિતિ-ઉપગ્રહ ઉપકાર=કાર્ય છે.
અહીં ઉપગ્રહનો અર્થ નિમિત્તકા૨ણ છે. ઉપકારનો અર્થ કાર્ય છે. જીવ અને પુદ્ગલોનો ગતિ અને સ્થિતિ કરવાનો સ્વભાવ છે. જીવ અને પુદ્ગલો જ્યારે ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાય ગતિમાં સહાય કરે છે અને સ્થિતિ કરે છે ત્યારે અધર્માસ્તિકાય સ્થિતિમાં સહાય કરે છે. જીવ-પુદ્ગલને ગતિસ્થિતિમાં સહાયતા કરવી એ જ અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું કાર્ય છે. જેમ માછલીમાં ચાલવાની અને સ્થિર રહેવાની શક્તિ હોવા છતાં તેને ચાલવામાં પાણીની સહાયતા જોઇએ છે, મનુષ્યમાં સ્થિર રહેવાની શક્તિ હોવા છતાં સ્થિર રહેવામાં પૃથ્વીની સહાયતા જોઇએ છે, ચક્ષુમાં જોવાની શક્તિ હોવા છતાં પ્રકાશની અપેક્ષા રહે છે, તેમ જીવ અને પુદ્ગલમાં ગતિ અને સ્થિતિ કરવાની શક્તિ હોવા છતાં ગતિ અને સ્થિતિ કરવામાં તેમને અનુક્રમે