________________
૨૦ ૫ સૂ૦ ૧૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૯૩
પ્રમાણ ઓછામાં ઓછા અંગુલનો અસંખ્યાતમો ભાગ અને વધારેમાં વધારે સંપૂર્ણ લોક છે. કોઇ જીવ (અંગુલના) એક અસંખ્યાતમા ભાગમાં રહે છે, કોઇ જીવ બે અસંખ્યાતમા ભાગમાં રહે છે, કોઇ જીવ ત્રણ અસંખ્યાતમા ભાગમાં રહે છે, એમ યાવત્ કોઇ જીવ ક્યારેક સંપૂર્ણ લોકમાં રહે છે. જ્યારે કેવળી ભગવંત સમુદ્દાત કરે છે ત્યારે (તેમના આત્મપ્રદેશો) સંપૂર્ણ લોકવ્યાપી બને છે. સમુદ્દાત વખતે જ જીવ સંપૂર્ણ લોકમાં વ્યાપીને રહે છે. બાકીના સમયમાં તો પોતાના શરીર પ્રમાણ આકાશપ્રદેશોમાં રહે છે. જેમ જેમ શરીર મોટું તેમ તેમ અધિક અધિક આકાશપ્રદેશોમાં રહે છે. જેમ જેમ શરીર નાનું તેમ તેમ ઓછા ઓછા આકાશપ્રદેશોમાં રહે છે.
જેમ સમકાળે અનેક જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે તેમ ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ એક જ જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે. હાથીના ભવને પામેલો જીવ હાથી પ્રમાણ શરીરમાં રહે છે. એ જ જીવ કીડીના ભવને પામે તો કીડી પ્રમાણ શરીરમાં રહે છે. એ જ જીવ પુનઃ અન્ય ભવમાં અન્ય ભવના શરીરમાં રહે છે. (૧૫) જીવની ભિન્ન અવગાહનામાં હેતુ—
પ્રવેશસંહાર-વિસાિં-પ્રવીપવત્ ॥ ૧-૬ ॥
જીવપ્રદેશોનો દીપકની જેમ સંકોચ-વિકાસ થવાથી જીવની ભિન્ન ભિન્ન અવગાહના થાય છે.
જેમ પ્રદીપનો (=પ્રદીપના પ્રકાશના પુદ્ગલોનો) સંકોચ અને વિકાસ થાય છે તેમ જીવપ્રદેશોનો પણ સંકોચ-વિકાસ થાય છે. ઓરડીમાં પથરાયેલા દીપકના પ્રકાશના પુદ્ગલો દીપકને નાની પેટીમાં રાખવામાં આવે તો તેમાં સમાઇ જાય છે, અને મોટા ઓરડામાં રાખવામાં આવે તો સંપૂર્ણ ઓરડામાં ફેલાઇ જાય છે. એ જ પ્રમાણે જીવના પ્રદેશોનો પણ શરીર પ્રમાણે સંકોચવિકાસ થયા કરે છે. આનું કારણ પુદ્ગલોનો અને જીવોનો તેવા પ્રકારનો સ્વભાવ જ છે. ભિન્ન ભિન્ન વસ્તુનો ભિન્ન ભિન્ન સ્વભાવ હોય છે.
પ્રશ્ન– પુદ્ગલ અને જીવ એ બંનેનો સંકોચ-વિકાસ પામવાનો સ્વભાવ હોવા છતાં પુદ્ગલદ્રવ્ય એક પ્રદેશમાં રહી શકે છે અને જીવદ્રવ્ય એક પ્રદેશમાં રહી શકતું નથી. જીવદ્રવ્યનું ઓછામાં ઓછું અવગાહનાક્ષેત્ર