________________
૧૯૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [૮૦ ૫ સૂ૦૧૫ રહી શકે છે. અનંત પ્રદેશવાળા સ્કંધો એક, બે, ત્રણ, યાવતું સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશોમાં રહી શકે છે. લોકાકાશ અસંખ્યાત જ પ્રદેશો પ્રમાણ છે.
જેમ પુદગલ દ્રવ્યો વ્યક્તિરૂપે અનેક હોવાથી પ્રત્યેક દ્રવ્યના અવગાહક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે, તેમ પુગલદ્રવ્યના પરિણમનમાં વિવિધતા(વિચિત્રતા) હોવાથી એક જ પુદ્ગલદ્રવ્યના અવગાહક્ષેત્રનું પ્રમાણ પણ ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ ભિન્ન ભિન્ન હોય છે. વિવક્ષિત સમયે એક પ્રદેશમાં રહેલ અનંતપ્રદેશી ઢંધ કાળાંતરે બે, ત્રણ, યાવત્ અસંખ્યાત પ્રદેશોમાં રહે છે. એ પ્રમાણે વિવક્ષિત સમયે અસંખ્ય પ્રદેશોમાં રહેલ સ્કંધ કાલાંતરે એકાદિ પ્રદેશમાં રહે છે. આમ જે સ્કંધ જેટલા પ્રદેશોનો હોય, તેટલા પ્રદેશોમાં કે તેનાથી ઓછા પ્રદેશોમાં રહી શકે છે, પણ કદી તેનાથી વધારે પ્રદેશોમાં રહેતો નથી. આથી પુદ્ગલદ્રવ્યનું અવગાહક્ષેત્ર ઓછામાં ઓછું એક પ્રદેશ અને વધારેમાં વધારે લોકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશો છે. ગમે તેવા મહાન પુગલ સ્કંધો પણ લોકાકાશમાં સમાઈ જાય છે.
પ્રશ્ન– અનંતપ્રદેશી ઢંધ એક પ્રદેશમાં શી રીતે રહી શકે ?
ઉત્તર- પુદ્ગલોનો અત્યંત સૂક્ષ્મ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ થવાનો સ્વભાવ છે. તથા આકાશનો પુગલોને તેવી રીતે અવગાહ આપવાનો સ્વભાવ છે. આથી અનંતપ્રદેશી એક સ્કંધ તો શું ! અનંતપ્રદેશી અનંત સ્કંધો પણ એક પ્રદેશમાં રહી શકે છે. જેમ કે–જે ઓરડામાં હજારો દીપકોનું તેજ ફેલાયેલું છે, તે ઓરડાના એક એક પ્રદેશમાં તેજના હજારો પગલો રહેલા છે. ૧૨ ઇંચ લાંબી રૂની પૂણીને સંકેલી લેવામાં આવે તો એક ઇંચથી પણ નાની થઈ જાય છે. દૂધથી ભરેલા પ્યાલામાં જગ્યા ન હોવા છતાં સાકર નાખવામાં આવે તો સમાઈ જાય છે.
આમ, જેમ અગ્નિનો બાળવાનો સ્વભાવ છે અને ઘાસનો બળવાનો સ્વભાવ છે તેમ પુદ્ગલોનો અત્યંત સૂક્ષ્મરૂપે પરિણમીને એકાદિ પ્રદેશોમાં રહેવાનો સ્વભાવ છે, અને આકાશનો તે પ્રમાણે અવગાહ આપવાનો સ્વભાવ છે. (૧૪)
પુદ્ગલની જેમ જીવો પણ વ્યક્તિ રૂપે અનેક છે, તથા દરેક જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે. જીવદ્રવ્યના અવગાહ ક્ષેત્રનું