________________
અ૦ ૫ સૂ૦ ૧૩-૧૪-૧૫] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૯૧
આપવાનો સ્વભાવ હોવા છતાં ત્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોવાથી જીવો કે પુદ્ગલો ગતિ-સ્થિતિ કરી શકતા નથી. (૧૨) ધર્માસ્તિકાય આદિના સ્થિતિક્ષેત્રની મર્યાદા— થર્માથર્નયો: ને ॥ ૧-૨ ॥
एकप्रदेशादिषु भाज्य: पुद्गलानाम् ॥ ५-१४॥ असंख्येयभागादिषु जीवानाम् ॥ ५-१५ ॥
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકાકાશમાં રહેલા છે. લોકાકાશના એક પ્રદેશથી આરંભી (લોકાકાશ પ્રમાણ) અસંખ્ય પ્રદેશો સુધીમાં પુદ્ગલદ્રવ્ય(=સ્કંધ) રહે છે.
લોકાકાશના અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી સંપૂર્ણ લોકાકાશ સુધીમાં જીવદ્રવ્ય રહે છે.
નોવાશેડવાદઃ– એ સૂત્રમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો લોકાકાશમાં રહે છે એમ જણાવ્યું છે. પણ સંપૂર્ણ લોકાકાશમાં રહે છે કે તેના અમુક ભાગમાં રહે છે તે જણાવ્યું નથી. આ ત્રણ સૂત્રોમાં એ જણાવવામાં આવ્યું છે.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકને વ્યાપીને રહેલા છે. લોકાકાશનો એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોય. આથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશ એ ત્રણેના પ્રદેશો સમાન છે. જેટલા પ્રદેશો ધર્માસ્તિકાયના છે તેટલા પ્રદેશો અધર્માસ્તિકાયના છે અને તેટલા જ પ્રદેશો લોકાકાશના છે. (૧૩)
પુદ્ગલદ્રવ્યો વ્યક્તિરૂપે અનેક છે. દરેક પુદ્ગલદ્રવ્યના અવગાહક્ષેત્રનું (સ્થિતિક્ષેત્રનું) પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે. કોઇ પુદ્ગલદ્રવ્ય (લોકાકાશના) એક પ્રદેશમાં, કોઇ પુદ્ગલદ્રવ્ય બે પ્રદેશોમાં, કોઇ પુદ્ગલદ્રવ્ય ત્રણ પ્રદેશોમાં, યાવત્ કોઇ પુદ્ગલદ્રવ્ય અસંખ્ય પ્રદેશોમાં રહે છે. જેમ કે—પરમાણુ એક પ્રદેશમાં જ રહે છે. ચણુક (બે પરમાણુઓનો સ્કંધ) એક પ્રદેશમાં કે બે પ્રદેશમાં રહે છે. ઋણુક (ત્રણ પરમાણુઓનો સ્કંધ) એક, બે કે ત્રણ પ્રદેશમાં રહે છે. સંખ્યાતા પ્રદેશવાળા સ્કંધો એક, બે, ત્રણ, યાવત્ સંખ્યાત પ્રદેશોમાં રહી શકે છે. અસંખ્ય પ્રદેશવાળા સ્કંધો એક, બે, ત્રણ, યાવત્ અસંખ્યાત પ્રદેશોમાં ૧. આકાશનો કોઇ આધાર નથી. તે સ્વપ્રતિષ્ઠિત છે.