SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રીતQાથિિધગમસૂત્ર [અ૦ ૫ સૂ૦ ૧૧-૧૨ અરૂપી દ્રવ્યોમાં સંશ્લેષનો (=ભેગા થવાનો) કે વિશ્લેષનો (છૂટા પડવાનો) અભાવ હોય છે. પુદ્ગલ દ્રવ્યના પ્રદેશો મૂળ દ્રવ્યમાંથી છૂટા પડે છે અને ભેગા પણ થાય છે. તેમ જ એક સ્કંધના પ્રદેશો એ સ્કંધમાંથી છૂટા પડીને અન્ય સ્કંધમાં જોડાય છે. આથી જ પુદ્ગલ દ્રવ્યના સ્કંધોના પ્રદેશોની સંખ્યા અનિયત જ રહે છે. એક જ સ્કંધમાં કોઈ વાર સંખ્યાત, તો કોઈ વાર અસંખ્યાત, તો કોઈ વાર અનંત પ્રદેશો હોય છે. (૧૦) પરમાણમાં પ્રદેશોનો અભાવ નાખો: પ-૧૨ અણુના=પરમાણુના પ્રદેશો નથી. અણુ પોતે જ અવિભાજય અંતિમ અંશ છે. એથી જો અણુના પ્રદેશો હોય તો તે અણુ કહેવાય જ નહિ. અણુ આંખોથી કદી દેખી શકાય જ નહિ. તેને વિશિષ્ટ જ્ઞાનના બળે જ જોઈ શકાય. અણુ નિરવયવ છે. તેને આદિ, મધ્યમ કે અંતિમ કોઇ અવયવ નથી. આજના વૈજ્ઞાનિકોએ માનેલ અણુ એ વાસ્તવિક અણુ નથી, કિન્તુ અસંખ્ય પ્રદેશાત્મક કે અનંત પ્રદેશાત્મક એક સ્કંધ છે. (૧૧). ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું આધારક્ષેત્રતોડવI | ક-૧૨ || ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યો લોકાકાશમાં રહેલાં છે. આકાશના લોકાકાશ અને અલોકાકાશ એમ બે ભેદ છે. જેટલા આકાશમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો રહેલાં છે, તેટલો આકાશ લોકાકાશ અને બાકીનો આકાશ અલોકાકાશ છે. લોકાકાશની આ વ્યાખ્યાથી જ ધમસ્તિકાય આદિ દ્રવ્યો લોકાકાશમાં રહેલાં છે એ સિદ્ધ થાય છે. લોકાકાશમાં અન્ય દ્રવ્યને અવગાહ=જગ્યા આપવાનો સ્વભાવ છે. ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય લોકાકાશમાં જ રહેલા હોવાથી જીવો અને પુદ્ગલો પણ લોકાકાશમાં જ રહે છે. કારણ કે જીવોને તથા પુગલોને ગતિ કરવામાં ધર્માસ્તિકાયની અને સ્થિતિ કરવામાં અધમસ્તિકાયની સહાય લેવી પડે છે. એથી જયાં ધમસ્તિકાય અને અધમસ્તિકાય હોય ત્યાં જ જીવો કે પુદ્ગલો ગતિ-સ્થિતિ કરી શકે. અલોકાકાશનો અન્ય દ્રવ્યને અવગાહ=જગ્યા
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy