________________
અ૦ ૫ સૂ૦ ૧૦] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૧૮૯ અપેક્ષાએ છે. પ્રત્યેકના પ્રદેશોની વિચારણા કરવામાં આવે તો લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે અને અલોકાકાશના પ્રદેશો અનંત છે. (૯)
પુદ્ગલનાં પ્રદેશોનું પરિમાણસંઘેયા સંયેયા પુરાવાનામ્ ! -૨૦ | પુદ્ગલ દ્રવ્યના સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો છે.
જીવની જેમ પુદ્ગલ દ્રવ્ય પણ અનંત છે. કોઇ પુદ્ગલ દ્રવ્યના સંખ્યાત પ્રદેશો હોય છે. કોઈ પુદ્ગલ દ્રવ્યના અસંખ્યાત પ્રદેશો હોય છે. કોઈ પગલ દ્રવ્યના અનંત પ્રદેશો હોય છે. સંખ્યાત પ્રદેશવાળા પુદ્ગલ દ્રવ્યોમાં પણ અનેક તરતમતા હોય છે. કોઈ પુદ્ગલદ્રવ્યોમાં બે પ્રદેશો, કોઈમાં ત્રણ પ્રદેશો, કોઇમાં ચાર પ્રદેશો, કોઈમાં સો પ્રદેશો, કોઇમાં ક્રોડ પ્રદેશો, કોઈમાં તેથી પણ અતિઘણા પ્રદેશો હોય છે. એ પ્રમાણે અસંખ્યાત પ્રદેશવાળા અને અનંત પ્રદેશવાળા પુદ્ગલોમાં પણ અનેક તરતમતા હોય છે.
ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશના પ્રદેશો સંકોચ-વિકાસની ક્રિયાથી રહિત છે, સદા વિસ્તૃત જ રહેલા છે. જ્યારે જીવના અને પુદ્ગલના પ્રદેશો સંકોચ-વિકાસ પામે છે. જીવ હાથીના શરીરમાંથી નીકળી કીડીના શરીરમાં આવે ત્યારે આત્મપ્રદેશોનો સંકોચ થવાથી સર્વ પ્રદેશો કીડીના શરીરમાં જ સમાઈ જાય છે. એ જ પ્રમાણે નાના શરીરમાંથી નીકળી મોટા શરીરમાં આવે ત્યારે શરીર પ્રમાણે આત્મપ્રદેશોનો વિકાસ થાય છે. એ જ પ્રમાણે નાનું શરીર જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ આત્મપ્રદેશોનો વિકાસ થતો જાય છે. આથી આત્મપ્રદેશો શરીરની બહાર રહે એવું બનતું નથી, અને શરીરના અમુક ભાગમાં ન હોય તેવું પણ બનતું નથી.
પુગલોના પ્રદેશોનો પણ સંકોચ-વિકાસ થાય છે તે તો આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. સંપૂર્ણ ઓરડામાં પથરાયેલા દીપકના પ્રકાશના પ્રદેશો દીપકને નાની પેટીમાં મૂકવામાં આવે તો સંકોચ પામીને તેટલા વિભાગમાં જ સમાઈ જાય છે. દીપકને બહાર કાઢતાં પ્રકાશના પ્રદેશોનો વિકાસ થવાથી તે પ્રદેશો સંપૂર્ણ ઓરડામાં પથરાઈ જાય છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને જીવના પ્રદેશો મૂળ દ્રવ્યમાંથી કદી છૂડા પડતા નથી. કારણ કે ધમસ્તિકાય આદિ અરૂપી છે.