________________
૨૦ ૫ સૂ૦ ૪-૫]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૮૭
તે તે દ્રવ્યો પોતપોતાના ગુણોથી અવસ્થિત રહે છે. અથવા અવસ્થાન એટલે સંખ્યાની વૃદ્ધિ-હાનિનો અભાવ. ધર્માસ્તિકાય આદિ પાંચેય દ્રવ્યો સદા રહે છે. દ્રવ્યો પાંચની સંખ્યાને છોડતાં નથી. અર્થાત્ દ્રવ્યો ઘટીને ચાર થતાં નથી કે વધીને છ થતાં નથી, જેટલાં છે તેટલાં (પાંચ) જ સદા રહે છે.
અરૂપિપણું– અરૂપિપણું એટલે રૂપનો અભાવ. અહીં અરૂપિપણાના ઉપલક્ષણથી રસ, ગંધ અને સ્પર્શ વગેરે ગુણોનો પણ અભાવ જાણવો. પુદ્ગલ સિવાયનાં ચાર દ્રવ્યો અરૂપી છે, એટલે કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણોથી રહિત છે. આથી એ ચાર દ્રવ્યોનું ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી. જ્ઞાનાવરણીય કર્મના આવરણ રહિત આત્મા જ એ ચાર દ્રવ્યોનું પ્રત્યક્ષ જ્ઞાન કરી શકે છે. (૩)
રૂપી દ્રવ્યો
પિન: પુાતા: ॥ ૬-૪ | પુદ્ગલો રૂપી છે.
પાંચ દ્રવ્યોમાં ફક્ત પુદ્ગલદ્રવ્ય રૂપી છે. આથી આપણે ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા પુદ્ગલનું જ કે પુદ્ગલના ગુણોનું જ પ્રત્યક્ષ જ્ઞાન કરી શકીએ છીએ. આપણને આંખ દ્વારા જે કાંઇ દેખાય છે તે પુદ્ગલ જ છે. જ્યાં રૂપ હોય છે ત્યાં જ રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણો પણ અવશ્ય હોય છે. આથી રૂપની જેમ રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણો પણ પુદ્ગલદ્રવ્યના જ છે. (૪) આકાશ સુધીનાં દ્રવ્યોની એકતા– आऽऽकाशादेकद्रव्याणि ॥ ५५ ॥
આકાશ સુધીનાં દ્રવ્યો એક એક છે.
જુદા જુદા જીવોની અપેક્ષાએ જીવો અનેક છે. ભિન્ન ભિન્ન સ્કંધ આદિની અપેક્ષાએ પુદ્ગલો અનેક છે. પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણ દ્રવ્યો એક એક જ છે. ધર્માસ્તિકાય આદિના સ્કંધ આદિ ભેદો બુદ્ધિની કલ્પનાથી ભિન્ન ભિન્ન અપેક્ષાએ એક જ દ્રવ્યના છે. તે ભેદો મૂળ દ્રવ્યથી જુદા કરી શકાતા જ નથી. જ્યારે જીવદ્રવ્ય અનેક વ્યક્તિરૂપે અનંત છે. તે જ પ્રમાણે પુદ્ગલદ્રવ્ય પણ અનંત છે. (૫)