________________
૧૮૫
અO ૫ સૂ૦ ૧] શીતજ્વાધિગમસૂત્ર માનવામાં આવે તો સ્કંધ કહેવાય. કારણ કે સ્કંધ એટલે સંપૂર્ણ વસ્તુ. પગલાસ્તિકાય વિના સર્વદ્રવ્યોમાંથી વિભાગ છૂટો પડતો નથી. માત્ર પુદ્ગલાસ્તિકાયમાંથી જ વિભાગ છૂટો પડે છે. આથી આ વિચારણા પુદ્ગલાસ્તિકાયને આશ્રયીને જ છે. પુદ્ગલાસ્તિકાયના જુદા જુદા વિભાગોમાં પણ સ્કંધરૂપ વ્યવહાર થાય છે તે છૂટા પડેલા વિભાગને સ્વતંત્ર વસ્તુ માનવાથી જ થાય છે.
પ્રદેશ એટલે વસ્તુ સાથે પ્રતિબદ્ધ હોય તેવો વસ્તુનો નિર્વિભાજ્ય એક ભાગ. નિર્વિભાજ્ય ભાગ એટલે જેના કેવળીની દૃષ્ટિથી પણ બે વિભાગ ન થઈ શકે તેવો અંતિમ સૂક્ષ્મ અંશ. પરમાણુ એટલે મૂળ વસ્તુથી છૂટો પડેલો નિર્વિભાજ્ય ભાગ.
પ્રદેશ અને પરમાણુમાં તફાવત– કેવળીની દૃષ્ટિથી પણ જેના બે વિભાગ ન થઈ શકે એવો અંતિમ સૂક્ષ્મ અંશ પ્રદેશ પણ કહેવાય છે અને પરમાણુ પણ કહેવાય છે. બંનેમાં તફાવત એટલો જ છે કે એ સૂક્ષ્મ અંશ જો વસ્તુ–સ્કંધ સાથે પ્રતિબદ્ધ હોય તો પ્રદેશ કહેવાય છે, અને છૂટો પડેલો હોય તો પરમાણુ કહેવાય છે. આથી પ્રદેશ જ છૂટો પડીને પરમાણુનું નામ ધારણ કરે છે. ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર દ્રવ્યોના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ વિભાગ છે, પરમાણુરૂપ ચોથો વિભાગ નથી. કારણ કે એ ચાર દ્રવ્યોનો પોતાના સઘળા પ્રદેશોની સાથે શાશ્વત સંબંધ હોય છે. એ ચાર દ્રવ્યોમાંથી એક પણ પ્રદેશ કોઈ કાળે છુટો પડતો નથી. પુદ્ગલના જ સ્કંધમાંથી પ્રદેશો છૂટા પડે છે. પુદ્ગલના સ્કંધમાંથી છૂટા પડેલા પ્રદેશો પરમાણુનું નામ ધારણ કરે છે. આમ પરમાણુ એટલે પુગલ સ્કંધમાંથી છૂટો પડેલો પ્રદેશ. પ્રદેશ અને પરમાણુનું કદ પણ સમાન જ હોય છે. કારણ કે બંને વસ્તુના નિર્વિભાજ્ય અંતિમ સૂક્ષ્મ અંશો છે.
પ્રશ્ન- નવતત્ત્વ પ્રકરણ ગ્રંથમાં અજીવકાયના ૧૪ ભેદો જણાવ્યા છે, જ્યારે અહીં ૧૩ ભેદો જણાવ્યા તેનું શું કારણ ?
ઉત્તર- નવતત્ત્વ ગ્રંથમાં કાળની દ્રવ્યમાં ગણતરી કરવામાં આવી છે. આથી કાળ સહિત અવકાયના ૧૪ ભેદો થાય છે. પરંતુ અહીં ગ્રંથકારે કાળને દ્રવ્ય તરીકે નથી ગણ્યો. ગ્રંથકારે આગળ જાનચે એ સૂત્રથી કોઈ