________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર પાંચમો અધ્યાય
પ્રથમ અધ્યાયમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને નયોનું પ્રતિપાદન કર્યું. બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયમાં જીવતત્ત્વને આશ્રયીને વિવિધ દૃષ્ટિએ નિરૂપણ કર્યું. હવે પાંચમા અધ્યાયમાં અજીવ તત્ત્વનું વર્ણન કરે છે. અજીવ તત્ત્વના મુખ્ય ભેદો—
૧૮૪
[અ૦ ૫ ૦ ૧
अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ॥ ५-१ ॥
ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ ચાર (દ્રવ્યો) અજીવકાય છે. ધર્મ આદિ ચાર દ્રવ્યો અસ્તિકાય છે. અસ્તિ એટલે પ્રદેશ. કાય એટલે સમૂહ. ધર્મ આદિ ચાર તત્ત્વો પ્રદેશોના સમૂહરૂપ હોવાથી અસ્તિકાય કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવ તત્ત્વો છે. જીવથી વિપરીત તત્ત્વો અજીવરૂપ છે.
જીવ પણ પ્રદેશોના સમૂહરૂપ હોવાથી અસ્તિકાય રૂપ છે. આથી જીવાસ્તિકાય સહિત પાંચ તત્ત્વો અસ્તિકાય રૂપ છે. પણ અહીં અજીવનું પ્રકરણ હોવાથી ચાર તત્ત્વોને અસ્તિકાયરૂપ કહ્યા છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ ભેદો તથા પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદો છે. આમ અજીવ તત્ત્વના કુલ ૧૩ ભેદો છે.
સ્કંધ એટલે વસ્તુનો સંપૂર્ણ વિભાગ, અર્થાત્ સંપૂર્ણ વસ્તુ તે સ્કંધ. દેશ એટલે વસ્તુનો સવિભાજ્ય કોઇ એક ભાગ. સવિભાજ્ય એટલે જેના અન્ય વિભાગ થઇ શકે તે. અર્થાત્ જેનો અન્ય વિભાગ થઇ શકે તેવો કોઇ એક ભાગ તે દેશ.
સ્કંધ અને દેશની વિચારણામાં એટલું ધ્યાન રાખવું કે સવિભાજ્ય ભાગ જો વસ્તુ સાથે પ્રતિબદ્ધ હોય તો દેશ કહેવાય. પણ જો તે ભાગ છૂટો પડી ગયો હોય તો દેશ કહેવાય પણ ખરો અને ન પણ કહેવાય. છૂટો પડેલો વિભાગ જેમાંથી છૂટો પડ્યો છે તે વસ્તુની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો દેશ કહેવાય. કારણ કે તે જે વસ્તુમાંથી છૂટો પડ્યો છે તે વસ્તુનો એક વિભાગ છે. પણ જો એ વિભાગને મૂળ વસ્તુની અપેક્ષા વિના સ્વતંત્ર વસ્તુ