________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
કલ્પની અવધિ–
પ્રાક્ ત્રૈવેયòમ્ય: વન્ત્યાઃ ॥ ૪-૨૪ ॥
ત્રૈવેયકોની પૂર્વે કલ્પો=પૂજ્યપૂજકભાવ વગેરે મર્યાદા છે. આ અધ્યાયના ૧૮મા સૂત્રમાં વૈમાનિક દેવોના કલ્પોપપન્ન અને કલ્પાતીત એ બે ભેદો જણાવ્યા હતા. જ્યાં કલ્પ હોય ત્યાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પોપપન્ન અને જ્યાં કલ્પ ન હોય ત્યાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પાતીત છે.
૨૦ ૪ સૂ૦ ૨૪-૨૫]
૧૭૫
આથી ક્યાં સુધી કલ્પ છે, તે આ સૂત્રમાં જણાવ્યું છે. સૌધર્મથી અચ્યુત સુધીના ૧૨ દેવલોકમાં કલ્પ છે. નવ પ્રૈવેયક અને પાંચ અનુત્તરમાં કલ્પ નથી. કલ્પાતીત દેવોમાં સામાનિક વગેરે ભેદો નહિ હોવાથી સર્વ દેવો પોતપોતાને ઇન્દ્ર માને છે. તેથી તેઓ અહમિદ્ર કહેવાય છે. (૨૪)
લોકાંતિક દેવોનું સ્થાન–
વાતોાલયા તોાન્તિાઃ ॥ ૪-૨૫
લોકાંતિક દેવોનું સ્થાન બ્રહ્મલોક છે.
લોકાંતિક દેવો બ્રહ્મલોકમાં રહે છે. બ્રહ્મલોકમાં રહેનારા સઘળા દેવો લોકાંતિક નથી. કિંતુ જેઓ બ્રહ્મલોકના અંતે રહેલા છે તે દેવો લોકાંતિક કહેવાય છે. બ્રહ્મલોકના અંતે ચાર દિશામાં ચાર વિમાનો, ચાર વિદિશામાં ચાર વિમાનો અને એક મધ્યમાં એમ નવ વિમાનો આવેલાં છે. આ નવ વિમાનના કારણે તેમના નવ ભેદ છે. બ્રહ્મલોકના અંતે વસવાથી અથવા લોકનો=સંસારનો અંત કરનારા હોવાથી તેમને લોકાંતિક કહેવામાં આવે છે. જ્યારે તીર્થંકર ભગવંતોનો પ્રવ્રજ્યાકાળ આવે ત્યારે તેઓ તેમની પાસે આવીને ‘જય જય નંદા, જય જય ભદ્દા' એ પ્રમાણે સ્તુતિ કરવાપૂર્વક તેમને ‘મયવં નિત્યં વત્તેદ' (=હે ભગવંત ! તીર્થને પ્રવર્તાવો) એ પ્રમાણે તીર્થ પ્રવર્તાવવા માટે વિનંતિ કરે છે.
આ દેવો અવશ્ય લઘુકર્મી હોય છે. તેઓ વિષય-રતિથી વિમુખ હોવાથી તેમને દેવર્ષિ પણ કહેવામાં આવે છે. તેઓ કેટલા ભવે મોક્ષમાં જશે એ વિષે ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવામાં આવે છે. કેટલાંક શાસ્ત્રોમાં ‘લૌકાંતિક દેવો સાત-આઠ ભવે મોક્ષમાં જાય' એ પ્રમાણે ઉલ્લેખ જોવા મળે છે. કેટલાક ગ્રંથોમાં ‘લોકાંતિક દેવો એકાવતારી હોય, અર્થાત્